Home /News /south-gujarat /વલસાડ: ફી મુદ્દે વિદ્યાર્થીનીને સ્કૂલમાં ગોંધી રાખી, વાલીએ કરી પોલીસ ફરિયાદ

વલસાડ: ફી મુદ્દે વિદ્યાર્થીનીને સ્કૂલમાં ગોંધી રાખી, વાલીએ કરી પોલીસ ફરિયાદ

અતુલ શાળાના શિક્ષક, આચાર્ય અને ટ્રસ્ટી વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી...

અતુલ શાળાના શિક્ષક, આચાર્ય અને ટ્રસ્ટી વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી...

    વલસાડના અતુલ વિદ્યાલયમાં ફીના મુદ્દે વિદ્યાર્થિનીને શાળાના રૂમમાં ગોંધી રાખવાનો મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. રોષે ભરાયેલા વિદ્યાર્થિનીના વાલીએ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાણીને નામે ચાલતી ઉઘાડી લૂંટ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા કડક કાયદો બનાવવા છતા શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સતત ખેંચતાણ ચાલી રહી છે.

    જો કે આ વખતે આ ખેંચતાણનો ભોગ એક માસુમ વિદ્યાર્થિની બની છે. વિદ્યાર્થિનીને લાંબા સમય સુધી ફીના મુદ્દાને લઇને શાળાના રૂમમાં ગોંધી રખાયાનો આક્ષેપ વાલી દ્વારા ફરિયાદમાં કરાયો છે. આ ઘટનાની જાણ થયા બાદ રોષે ભરાયેલા વાલીઓએ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ જીલ્લા શિક્ષણ વિભાગને પણ ઉગ્ર રજૂઆતો કરી હતી, અને સ્કૂલ સામે પગલાં ભરવાની માંગ કરી હતી. જે બાદ આજે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસે પણ ફરિયાદને આધારે તપાસ શરુ કરી છે.

    શું છે મામલો?
    રાજેશ ભાનુશાલીએ અતુલ શાળાના શિક્ષક, આચાર્ય અને ટ્રસ્ટી વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વલસાડના શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં શિક્ષણના નામે મસમોટી ફી ઉઘરાવતી ખાનગી સ્કૂલો પર લગામ લગાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે. તો કોર્ટે પણ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટ પર લગામ લગાવવા સરકારને આદેશ કર્યો છે, તેમ છતાં રાજ્યની હજુ કેટલીક સ્કૂલો વાલીઓને દબાવમાં રાખી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. વાલીઓ અને સ્કુલ સંચાલકોની આ લડાઈ અને ખેંચતાણમાં કેટલીક વખત માસુમ વિદ્યાર્થીઓ પણ ભોગ બને છે.

    આવો જ એક કિસ્સો વલસાડ નજીક આવેલ અતુલ સ્કૂલમાં થોડા દિવસ અગાઉ બનતા ચકચાર મચી ગઇ હતી. ઘટના જાણે એમ બની કે વલસાડની અતુલ વિદ્યાલયમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી મહેક રાજેશ ભાણુશાલી નામની એક માસુમ વિદ્યાર્થિનીને ફીના મુદ્દે સ્કૂલના શિક્ષકો દ્વારા લાંબા સમય સુધી એકલી એક રૂમમાં ગોંધી રાખી હતી. ઘટનાની જાણ થતા પીડિત વિદ્યાર્થિનીના વાલીઓ અને પરિવારજનો રોષે ભરાયા હતા અને આ સમગ્ર મામલે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ જીલ્લા શિક્ષણ વિભાગને પણ ઉગ્ર રજૂઆતો કરી સ્કૂલ સામે પગલાં ભરવાની માંગ કરી હતી.

    મહત્વપૂર્ણ છે કે, આ ઘટનામાં પીડિત વિદ્યાર્થિનીના વાલીએ અગાઉથી જ ચેક દ્વારા સ્કૂલની તમામ ફી ભરી દીધી હતી તેમ છતાં સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીને કોઈ કારણસર પરેશાન કરતા હતા. ફીના મામલે ચાલતી કડક ઉઘરાણી લઈ વિદ્યાર્થિનીએ સ્કૂલમાં જવાની ના કહેતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પહેલા શિક્ષણ વિભાગ અને હવે પોલીસ સુધી મામલો પહુંચી જતા અતુલ વિદ્યાલયનો મામલો ટોક ઓફ થી ટાઉન બન્યો છે. વલસાડ ગ્રામ્ય પોલીસે પણ ફરિયાદ ને આધારે તાપસ શરુ કરી છે.

    સ્ટોરી - ભરત પટેલ
    Published by:kiran mehta
    First published:

    Tags: Case, Torture, Valsad

    विज्ञापन
    विज्ञापन