વાપી: નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે.. ત્યારે ફરી એક વખત વાપી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે ગઇ વખતની સરખામણીમાં આ વખતે ભાજપ ની સીટ માં ઘટાડો થયો છે પરંતુ ભાજપે ફરી એક વખત વાપી નગરપાલિકા પર સત્તાનો દબદબો યથાવત રાખ્યો છે . 28 મી તારીખે વાપી નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી 43 બેઠકો માટે 51.87 ટકા મતદાન યોજાયું હતું.. જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 109 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા.
આજે સવારથી જ વાપીના પુરુષ અધ્યાપન મંદિર પર બે હોલમાં વાપી નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે 22 રાઉન્ડમાં મતગણતરી યોજાઇ હતી . મતગણતરી ની શરૂઆતથી જ ભાજપે આગેકુચ યથાવત રાખી હતી. અને ભાજપનો વિજયરથ આગેકુચ કરી રહ્યો હતો. આથી મતગણતરીની શરૂઆતમાં જ વોર્ડ નંબર 1,2,3,4,7,8,9,10 અને 11 માં ભાજપની પેનલનો વિજય થયો હતો. પરંતુ વોર્ડ નંબર 5 ની મતગણતરી શરૂ થતાં ભાજપની વિજયકૂચને બ્રેક લાગી હતી. અને ભાજપની પેનલ તૂટી હતી.
વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના 3 ઉમેદવારોનો વિજય થયો હતો અને ભાજપના 1 ઉમેદવાર ની જીત થઈ હતી તો વોર્ડ નંબર 6 માં ફરી એક વખત કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. આમ વાપી નગરપાલિકાના કુલ 44 બેઠકોમાંથી 37 બેઠકો પર ભાજપ ના ઉમેદવાર નો ભવ્ય વિજય થયો હતો.જ્યારે સાત બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. આ વખતે પણ કોંગ્રેસે વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. જોકે ગઇ વખતની સરખામણીમાં આ વખતે કોંગ્રેસના ગ્રાફમાં વધારો થયો હતો.
ગઈ વખતે વાપી નગરપાલિકામાં 44 માં થી 41 બેઠકો જીતી પ્રચંડ બહુમતીથી ભાજપે વાપી નગરપાલિકા પર સત્તાનું સુકાન સંભાળ્યું હતું. પરંતુ આ વખતે વાપી નગરપાલિકાની ચૂંટણીમાં 44 માંથી 37 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા. બાકી બચેલી 7 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા. જો કે આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર વિજય નહીં થતા આમ આદમી પાર્ટી વાપી નગરપાલિકા માં ખાતું પણ ખોલાવી શકી ન હતી.. પરિણામ બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી ના અગ્રણીઓએ પરિણામથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપે ફરી એક વખત સત્તા સંભાળતા ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છે જોકે ગત વર્ષની સરખામણીમાં આ વખતે ચાર બેઠકો ઓછી આવતા ભાજપના હારેલા ઉમેદવારો થી વ્યક્તિગત નારાજગીને કારણે ભાજપે તે 7 બેઠકો ખોઈ હોય તેવું ભાજપના અગ્રણીઓ જણાવી રહ્યા છે. તો કોંગ્રેસ આ વખતે પણ વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો છે..પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વખતે કોંગ્રેસની ચાર સીટો માં વધારો થયો છે. આથી કોંગ્રેસે પણ પરિણામમાંથી સંતોષ વ્યક્ત કર્યો છે અને આગામી સમયમાં વાપી નગરપાલિકાના તમામ વોર્ડ નો સર્વાંગી વિકાસ થાય તે માટે કોંગ્રેસ જાગૃત વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે તેવું કોંગ્રેસના વિજેતા ઉમેદવારો જણાવી રહ્યા છે...
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર