વલસાડ : ભાજપના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલની જીત

વલસાડ લોકસભા બેઠક માટે લોકવાયકા છે કે અહીંથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે, તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે

News18 Gujarati
Updated: May 23, 2019, 3:49 PM IST
વલસાડ : ભાજપના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલની જીત
વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
News18 Gujarati
Updated: May 23, 2019, 3:49 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલને જીત મળી છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો છે.

વલસાડ લોકસભા બેઠક માટે લોકવાયકા છે કે અહીંથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે, તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે. વર્ષ-1962થી આ બાબત સાચી ઠરતી રહી છે. ચાહે તે કોંગ્રેસ, જનતા દળ કે ભારતીય જનતા પાર્ટી હોય ! બીજી એક વિશેષતા આ બેઠકની એ રહૈ છે કે આ બેઠક કોઈ એક પક્ષને ક્યારેય વફાદાર રહી નથી !

જાતિગત સમીકરણો:

ભાજપના ઉમેદવાર ડૉ.કે.સી.પટેલ ઢોડિયા જયારે કોંગ્રેસના જીતુ ચૌધરી કુકણા સમાજમાંથી આવે છે. જ્ઞાતિગત સમીકરણો જોઈએ તો કુકણા સમાજની વસતી આશરે 4,06,366ની છે જયારે ઢોડિયા સમાજની વસતી 3,29,234ની છે. આ ઉપરાંત અહીં વારલી સમાજ બે લાખની વસતી ધરાવે છે. હળપતિ સમાજના લોકોની સંખ્યા પણ આશરે 75,000ની છે.

વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ :

'હની ટ્રેપ' ના વિવાદમાં ફસાયેલા ભાજપી સાંસદ ડૉ.કે.સી. પટેલથી તેના સાગા ભાઈ જ નારાજ છે. આ ઉપરાંત આદિવાસી સમાજમાં પણ તેમના વિષે નારાજગી પ્રવર્તે છે. ગત લોકસભામાં કેસી પટેલે એક પણ સવાલ તેમના મતવિસ્તારને લગતો પૂછ્યો નથી.
Loading...

 
First published: May 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...