કપરાડા: નવા સીમાંકન બાદ ભાજપની પ્રથમ જીત, કૉંગ્રેસમાંથી આવેલા જીતુ ચૌધરી જીત્યા

કપરાડા: નવા સીમાંકન બાદ ભાજપની પ્રથમ જીત, કૉંગ્રેસમાંથી આવેલા જીતુ ચૌધરી જીત્યા
કપરાડામાં ભાજપના ઉમેદવારની જીત.

વર્ષ 2007 સુધી આ બેઠક મોટા પોંઢા તરીકે ઓળખાતી હતી. આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસ તરફી રહી છે.

  • Share this:
    અમદાવાદ: નવા સીમાંકન બાદ કપરાડા બેઠક (Kaparada constituency) પર જીતુ ચૌધરી (Jitubhai Chaudhari)એ ભાજપ (BJP)ને પ્રથમ વખત જીતનો સ્વાદ ચખાડ્યો છે. જીતુભાઈ ચૌધરીએ કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધા બાદ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી બાદ આજે પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં આ બેઠક પર જીતુ ચૌધરીએ કૉંગ્રેસના બાબુભાઈ વરઠા (Babubhai Jivlabhai Varatha) હાર આપી છે.

    કપરાડામાં ભાજપની જીતના કારણ



    >> કૉંગ્રેસના આંતરિક જૂથવાદનો ફાયદો મળ્યો.
    >> જ્ઞાતિનું ગણિત સાધવાની રણનીતિ સફળ રહી.
    >> જીતુ ચૌધરીનો બહોળો રાજકીય અનુભવ ઉપયોગી બન્યો.
    >> સંગઠનને મજબૂત રાખવામાં છેલ્લે સુધી સફળ રહ્યા.

    આ પણ વાંચો: 

    કપરાડા બેઠક વિશે જાણવા જેવું

    >> કપરાડા અને પારડી તાલુકાના ગામોનો સમાવેશ.
    >> 162 ગામડાઓની બનેલી બેઠક.
    >> આદિવાસીઓની બહુમતી,આદિવાસી અનામત બેઠક.
    >> ગ્રામ્ય વિસ્તારના મતદારોનો સમાવેશ.

    કપરાડા બેઠકનો રાજકીય ઈતિહાસ

    >> 2007 સુધી મોટા પોંઢા તરીકે ઓળખાતી હતી.
    >> 2017માં 83.91 ટકા થયું હતું મતદાન.
    >> પરંપરાગત રીતે કૉંગ્રેસ તરફી રહ્યા પરિણામ.
    >> નવા સીમાંકન બાદ ક્યારેય ભાજપની જીત નહીં.
    >> મોટા પોંઢા બેઠક હતી ત્યારે ભાજપની એક જીત.
    >> 2017માં માત્ર 170 મતથી કૉંગ્રેસની જીત.

    છેલ્લી 5 ચૂંટણીમાં કપરાડાથી કોણ જીત્યું?

    >> 2012: ચૂંટણીમાં જીતુ ચૌધરી ચૂંટાયા.
    >> 2017: ચૂંટણીમાં જીતુ ચૌધરી ચૂંટાયા.
    >> જીતુ ચૌધરી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
    >> અગાઉ મોટા પોંઢાથી 2 વખત ચૂંટાયા હતા.

    કપરાડાનું જ્ઞાતિ સમીકરણ

    વારલી------ 36.8 ટકા
    ધોડિયા------ 26.5 ટકા
    કુંકણા------ 22.5 ટકા
    કોળી પટેલ--- 4.9 ટકા
    અન્ય---------9.3 ટકા

    કોની કોની વચ્ચે ટક્કર હતી?

    અબડાસા---પ્રદ્યુમનસિંહ જાડેજા--ડો.શાંતિલાલ સંઘાણી
    મોરબી------બ્રિજેશ મેરજા-------જયંતીલાલ પટેલ
    ધારી--------જે.વી. કાકડિયા-----સુરેશ કોટડિયા
    કરજણ------અક્ષય પટેલ--------કિરીટસિંહ જાડેજા
    કપરાડા------જિતુ ચૌધરી--------બાબુભાઈ વરઠા
    ગઢડા--------આત્મરામ પરમાર--મોહનલાલ સોલંકી
    ડાંગ----------વિજય પટેલ-------સૂર્યકાંત ગાવિત
    લીંબડી-------કિરીટસિંહ રાણા---ચેતન ખાચર
    Published by:Vinod Zankhaliya
    First published:November 10, 2020, 15:20 pm

    टॉप स्टोरीज