Home /News /south-gujarat /

Election 2019: ધરમપુર બે દિવસ માટે બનશે રણમેદાન, ભાજપ કોંગ્રેસ હશે આમને સામને

Election 2019: ધરમપુર બે દિવસ માટે બનશે રણમેદાન, ભાજપ કોંગ્રેસ હશે આમને સામને

પ્રતિકાત્મક તસવીર

વલસાડની બેઠકને ઐતિહાસિક બેઠક માનવામાં આવે છે. જે પણ પક્ષ વલસાડની બેઠક ઉપર જીતે છે એજ પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે તેવુ માનવામાં આવે છે.

  હજી તો લોકસભાની ચૂંટણીની તારખ નક્કી નથી થઇ પરંતુ દરેક રાજનૈતિક પાર્ટીએ પોતાનો પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. આજથી બે દિવસ વલસાડનાં ધરમપુરમાં પણ રાજકીય ધમધમાટ જોવા મળશે. કોંગ્રેસ અને ભાજપ માટે બે દિવસ રણમેદાન ધરમપુર બની રહેશે કારણ કે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ત્યાં આવવાનાં છે અને કાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવવાનાં છે.

  આજે ધરમપુર ખાતે ભાજપનાં કાર્યકર્તા ક્લસ્ટર સંમેલન યોજાવવાનું છે. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વલસાડ, ડાંગ, નવસારી અને સુરત લોકસભા બેઠકનાં કલસ્ટર સંમેલનમાં હાજરી આપશે. તેમની સાથે ભાજપનાં પ્રદેશ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. આજે બપોરે 2.30 કલાકે ભાજપનું કલસ્ટર સંમેલન યોજાશે. ભાજપ આજે જ દક્ષિણ ગુજરાતની બેઠકો માટે વિધિવત ચૂંટણી પ્રચારની શરૂવાત કરશે.

  જ્યારે બીજી તરફ આવતી કાલે એટલે વેલેન્ટાઇન ડેનાં દિવસે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ધરમપુર આવશે. તેઓ કોંગ્રેસની જન આક્રોશ રેલીને સંબોધશે. 14મીએ બપોરે 1 વાગ્યે કોંગ્રેસની જન આક્રોશ રેલીથી કોંગ્રેસ પણ ગુજરાત માટે ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકશે.

  વલસાડની બેઠક મહત્વની

  વલસાડની બેઠકને ઐતિહાસિક બેઠક માનવામાં આવે છે. જે પણ પક્ષ વલસાડની બેઠક ઉપર જીતે છે એજ પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો એ વલસાડથી જ 2019 લોકસભાની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Cm devendra fadnavis, Dharampur, Election 2019, Lok sabha election 2019, Valsad, કોંગ્રેસ, દક્ષિણ ગુજરાત, ભાજપ, રાહુલ ગાંધી

  આગામી સમાચાર