વલસાડમાં 8 ઇંચથી વધુ વરસાદ, ધસમસતા પ્રવાહમાં 3 બાઇક તણાઇ

News18 Gujarati
Updated: July 7, 2019, 10:37 AM IST
વલસાડમાં 8 ઇંચથી વધુ વરસાદ, ધસમસતા પ્રવાહમાં 3 બાઇક તણાઇ
4 વાહનો પાણીમાં ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે.

રોડ પરનાં ધસમસતા વરસાદી પાણીમાં વાહનો પર પસાર થતા 3 બાઇક તણાઇ ગઇ છે.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ : દક્ષિણ ગુજરાતમાં ગઇકાલે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  વલસાડમાં 8 ઇંચથી વઘુ વરસાદ ખાબક્યો છે. મધુબન ડેમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. અને કાંઠાના ગામોને પણ સૂચના આપી દેવામાં આવી છે.વલસાડનાં ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે બાયપાસ રોડ પર પણ પાણી આવી ગયા છે. રોડ પરનાં ધસમસતા વરસાદી પાણીમાં વાહનો પર પસાર થતા 3 બાઇક તણાઇ ગઇ છે. 4 વાહનો પાણીમાં ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે.

કપરાડામાં સૌથી વધુ વરસાદ

વલસાડ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વરસતા વરસાદમાં ઉમરગામમાં 4 ઇંચ, પારડીમાં 5.72 ઇંચ, ધરમપુરમાં 8 ઇંચ, વાપીમાં 8 ઇંચ, કપરાડામાં 8.6 ઇંચ અને વલસાડમાં 8.36 ઇંચ વરસાદ ખાબકયો છે.

રોડ પર આવેલા વરસાદી પાણીમાં વાહનો ફસાયા હતા.


રોડ પર આવેલા પાણીને કારણે વાહનો ફસાયા

વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકામાં નદી નાળાઓ બે કાંઠે થઇ ગયા છે. સરીગામ બાયપાસ રોડ પર પાણી ફરી વળ્યા હતાં. રોડ પર ધસમસતા પાણીમાં વાહનો પર પસાર થતા અનેક વાહન ચાલકો ફસાયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સરીગામ બાયપાસ પર 3 બાઈક તણાઈ વાહનો સાથે 4 વાહનચાલકો પણ તણાયા પાણી માં ફસાઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા કરાયું દિલ ધડક રેસ્ક્યું સરીગામ ફાયબ્રિગેડના જવાનો એ રેસક્યું કરી પાણી માં ફસાયેલા 4 લોકો ને બચાવ્યા
મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયા હતાં


જુઓ : VIDEO: દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા હાલાકી

રેલવે ગરનાળામાં પાણી ભરાયા

ગઇકાલે રાતભર વરસેલા ભારે વરસાદથી શહેરનાં મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયા હતાં. શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં રાતે રસ્તાઓ પાણી ભરાયાં હતાં. વાપીમાં પણ મોડી રાતથી મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહી હતી. ભારે વરસાદથી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી  ભરાયા છે. તો વાપી અને વલસાડમાં નીચાણવાળા કેટલાક રહેણાંક વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતાં.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી


સુરત જિલ્લાનાં મહુવામાં સૌથી વધુ વરસાદ 

સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. ગઇકાલે વેહલી સવારથી બારડોલી ,મહુવા,માંડવી,પલસાણા, માંગરોળ, ઉમરપાડામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બારડોલીમાં 6 મિમી, ચોર્યાસીમાં 12મિમી, કામરેજમાં 2 મિમી, માંડવીમાં 16 મિમી, માંગરોળમાં 21 મિમી, મહુવામાં 102 મિમી, પલસાણામાં 51 મિમી, ઉમરપાડામાં 29 મિમી, સુરત સીટીમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.

ઉકાઇ ડેમમાં પાણીની આવક

ઉકાઈ ડેમની પાણીની આવકજાવક પર સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોની નજર રહે છે. ડેમમાં સામાન્ય રીતે જૂન માસના બીજા સપ્તાહથી પાણીની આવક શરૂ થઇ જતી હોય છે. જોકે ચાલુ વર્ષે જૂન માસમાં ડેમમાં પાણીની આવક શૂન્ય નોંધાયા બાદ છેક 6 જુલાઈએ સવારે 4229 ક્યુસેક પાણીનો આવરો શરૂ થયો છે. અને ડેમની સપાટીમાં પણ વધારો થવાની શરૂઆત થઇ છે. હાલ 276.22 ફુટ ઇનફલૉ 600 ક્યુસેક આઉટ ફલૉ 600 ક્યુસેક હાથનૂર ડેમ 209.46 મીટર આઉટ ફલો 13013 ક્યુસેક નોંધાયો છે.
First published: July 7, 2019, 8:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading