valsad accident news: વલસાડ જિલ્લાના (valsad news) ધરમપુરના પ્રભુ ફળિયા વિસ્તારમાં આવેલા ભૂત બંગલા નજીક આવેલી બજારમાં એક બાઈક ચાલકે પુરઝડપે (bike accident) બાઈક દોડાવી હતી.
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના (valsad news) ધરમપુરમાં (Dharampur) ભરબજારમાં એક બાઈક ચાલકે પુરઝડપે (Bike accident) બાઈક દોડાવી અને એક એક્ટિવાને ટક્કર મારી અકસ્માતની હારમાળા સર્જી હતી. અકસ્માતમાં એક એક્ટિવા ચાલક (activa hit peoples) અને રાહદારીઓ પણ આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજયું હતું. ધરમપુરની બજારમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી (cctv) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતનો સીસીટીવી વીડિયો (accident cctv video) અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (social media viral video) થઇ રહ્યો છે.
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના (valsad news) ધરમપુરના પ્રભુ ફળિયા વિસ્તારમાં આવેલા ભૂત બંગલા નજીક આવેલી બજારમાં એક બાઈક ચાલકે પુરઝડપે (bike accident) બાઈક દોડાવી હતી. ભર બજારમાં લોકોની અવર-જવર વચ્ચે ફૂલ સ્પીડમાં બાઈક દોડાવતાં બાબુભાઈ ગવલી નામના એક મોપેડને બાઈક એ જોરદાર ટક્કર મારી હતી.
બાઇકની ટક્કરથી મોપેડ રસ્તા પરથી પસાર થતા અનેક સ્કૂટરને પણ અડફેટે લીધું હતું. અને ત્યારબાદ બે રાહદારીઓ પણ ઘટનામાં ઈજા થઈ હતી. બનાવમાં ત્રણથી વધુ લોકોને ઈજા થઈ હતી.જોકે બાબુભાઈ ગવલી બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આથી શરૂઆતમાં પ્રથમ તેઓને પ્રથમ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જો કે વધુ સારવાર જણાતા તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ દાખલ કર્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
અકસ્માત સર્જી બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ધરમપુરની ભરબજારમાં બનેલી આ ઘટનાના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા..જેનો સીસી ટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.