Home /News /south-gujarat /

Valsad: લાંચિયા અધિકારીને કર્મચારીઓ પાસેથી લાંચ લેવી ભારે પડી, ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો

Valsad: લાંચિયા અધિકારીને કર્મચારીઓ પાસેથી લાંચ લેવી ભારે પડી, ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો

નવસારી ACB ના છટકામાં લાંચિયો અધિકારી ઝડપાયો..

નવસારી જિલ્લા એસીબી પોલીસે વલસાડમાં સપાટો બોલાવી એક લાંચિયા અધિકારીને રૂપિયા 10,000 લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો. નવસારી એસીબીને મળેલી ફરિયાદના આધારે એસીબીએ વલસાડ એસ.ટી ની વિભાગીય કચેરીમાં છટકું ગોઠવ્યું હતું .

    Valsad: નવસારી જિલ્લા એસીબી પોલીસે વલસાડમાં સપાટો બોલાવી એક લાંચિયા અધિકારીને રૂપિયા 10,000 લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો. નવસારી એસીબીને મળેલી ફરિયાદના આધારે એસીબીએ વલસાડ એસ.ટી ની વિભાગીય કચેરીમાં છટકું ગોઠવ્યું હતું . જેમાં આ વિભાગીય કચેરી ના ડિવિઝનલ કન્ટ્રોલર 10,000 રૂપિયાની લાંચ લેતા એસીબી ના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

    મહત્વપૂર્ણ છે કે વલસાડ એસ.ટી વિભાગના બે કર્મચારીઓની સામે કોઈ મુદ્દે ખાતાકીય તપાસ ચાલી રહી હતી. આથી ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ આરોપી અધિકારી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ માં તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી નહી કરી ઓછો દંડ કરી અને મામલાની પતાવટ માટે બંને ફરિયાદીઓ પાસેથી આરોપી અધિકારી એ 5,000 - 5,000 એમ કુલ 10,000 રૂપિયાની માંગણી કરી હતી. જો કે ફરિયાદી એવા કર્મચારીઓ લાંચ આપવા નહીં માગતા હોવાથી તેઓએ નવસારી એસીબી નો સંપર્ક કર્યો હતો.

    ફરિયાદી એવા કર્મચારીઓ એ નવસારી એસીબી નો સંપર્ક કરતા નવસારી એસીબી ની ટીમે વલસાડની એસટી વિભાગની વિભાગીય કચેરીમાં લાંચ ના છટકા નું આયોજન કર્યું હતું. જેમાં વિભાગીય કચેરી ના ડિવિઝનલ કન્ટ્રોલર 10,000 રૂપિયાની લાંચ લેતા એસીબી ના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આથી એસીબીએ તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો: પરિવારની નબળી સ્થિતિ અને દુર્લભ આનુવંશિક રોગ વચ્ચે ભુજનો આ યુવાન સ્ટેટ ટેકસ ઓફિસર બન્યો

    વલસાડ એસ.ટી વિભાગના બે કર્મચારીઓની સામે કોઈ મુદ્દે ખાતાકીય તપાસ ચાલી રહી હતી. અને ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ આરોપી અધિકારી દિલીપ ચૌધરી કરી રહ્યા હતા. આ તપાસ દરમિયાન ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ માં તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી નહી કરી ઓછો દંડ કરવાની અને મામલાની પતાવટ માટે બંને ફરિયાદીઓ પાસેથી દિલીપ ચૌધરી એ 5,000 - 5,000 એમ કુલ 10,000 રૂપિયાની માંગણી કરી હતી. જો કે ફરિયાદી એવા કર્મચારીઓ લાંચ આપવા નહીં માગતા હોવાથી તેઓએ નવસારી એસીબીના નો સંપર્ક કર્યો હતો.

    આ પણ વાંચો: ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે આ કેદીની કહાની, 27 વર્ષ સુધી રહ્યો ફરાર, પરિવારે તો મરણનો દાખલો પણ...

    આથી નવસારી એસીબી ની ટીમે વલસાડની એસટી વિભાગની વિભાગીય કચેરીમાં લાંચ ના છટકા નું આયોજન કર્યું હતું. અને આ છટકા માં એસ.ટી ની વિભાગીય કચેરીના ડિવિઝનલ કન્ટ્રોલર દિલીપ ચૌધરી ફરિયાદીઓ પાસેથી કચેરી માં જ રૂપિયા 10,000 ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. અને એસીબીએ લાંચિયા અધિકારી દિલીપ ચૌધરીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ નવસારી એસીબીએ વલસાડ જિલ્લામાં સપાટો બોલાવતા જિલ્લાના લાંચિયા બાબુઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Navsari News, Valsad, નવસારી, વલસાડ

    આગામી સમાચાર