Home /News /south-gujarat /

Cyber Crime: આરોપીએ લગ્નની લાલચ આપી સગીરા સાથે અનેક વખત શરીર સંબંધ બાંધી તરછોડી ફોટો વાયરલ કર્યા

Cyber Crime: આરોપીએ લગ્નની લાલચ આપી સગીરા સાથે અનેક વખત શરીર સંબંધ બાંધી તરછોડી ફોટો વાયરલ કર્યા

આરોપી દીપક સુરતમાં હીરા ઘસતો હતો. આથી આરોપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી સુરત લઈ ગયો હતો.

Cyber Crime : આ સમગ્ર હકીકત પીડિતાએ પરિવારજનોને જણાવતા પીડિતાના પરિવારજનોએ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. આથી સમગ્ર બનાવને પોલીસે ગંભીરતાથી લઇ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય લોકો સાથે દોસ્તી કરી અને જો અંગત પળોના ફોટા એકબીજા સાથે શેર કરવા આપને ભારે પડી શકે છે. વલસાડ જિલ્લા પોલીસે (Valsad Police) સગીરાને લગ્નની લાલચ આપી અને અનેક વખત શરીર સંબંધ બાંધી અને તરછોડી અને સગીરાના બીભત્સ ફોટાઓ સગીરાના પરિવારજનો અને તેના ગામમાં વાયરલ (Pic Viral) કરી અને બદનામ કરતાં એક આરોપીને પોલીસે ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના નવેરી ગામના દાદરી ફળિયામાં રહેતા દિપકભાઇ પ્રકાશભાઈ નાયકા નામનો આરોપી તેના બાજુમાં ગામની એક સગીરાને અવારનવાર ગામમાં મલી અને દોસ્તી કરી હતી. આરોપી દીપક સુરતમાં હીરા ઘસતો હતો. આથી આરોપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી સુરત લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે આરોપીએ અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ આરોપીએ સગીરાને તરછોડી દીધી હતી. પરંતુ ત્યાર બાદ ફરી એક વખત સગીરાનું શોષણ કરવા તેની પાસે રહેલા સગીરાના અંગત પળોના ફોટા અને બિભત્સ વીડિયો અને ફોટા અને સગીરાના પરિવારજનોને મોકલી દીધા હતા સાથે જ ગામમાં પણ આ સગીરાના ફોટા વાયરલ કરી બદનામ કરી હતી.

    આ પણ વાંચો- Memco fire: અમદાવાદના મેમ્કોમાં ભીષણ આગ, ફાયર જવાન ઓક્સિજન માસ્ક પહેરીને ગોડાઉનમાં ઉતર્યા

    આ સમગ્ર હકીકત પીડિતાએ પરિવારજનોને જણાવતા પીડિતાના પરિવારજનોએ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. આથી સમગ્ર બનાવને પોલીસે ગંભીરતાથી લઇ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. અને પીડિતાને ફોટા વાયરલ કરી એને બદનામ કરતા આરોપી દીપક નાયકાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cyber crime branch, Gujarati news, Surat Cyber Crime, Valsad Crime news

    આગામી સમાચાર