Home /News /south-gujarat /

વલસાડઃ દિવાળીના કપડાં ન લઈ આપતા પત્નીએ કર્યો આપઘાત

વલસાડઃ દિવાળીના કપડાં ન લઈ આપતા પત્નીએ કર્યો આપઘાત

પ્રતિકાત્મક તસવીર

વલસાડના ડુંગરી વિસ્તારમાં પતિએ દિવાળીને લઇને પોતાના માટે કપડાં ખરીદ્યા પરંતુ પત્ની માટે નવા કપડાંની ખરીદી ન કરવાને લઇને દંપતી વચ્ચે બોલાચાલી થઇ હતી.

  દિવાળીના તહેવારના આડે થોડા જ દિવસો બાકી છે ત્યારે લોકો દિવાળીની ખરીદી કરવા લાગી ગયા છે. લોકો નવા કપડા નવી મિઠાઇ અને ઘરને શણગારવાનો નવો સામાનની ખરીદી કરી રહ્યા છે. પરંતું આપણને વિચારવામાં પણ ન આવે કે દિવાળીની ખરીદીની બાબતમાં પત્નીએ આત્મહત્યા કરી લીધી છે.

  મળતી માહિતી પ્રમાણે વલસાડનાડુંગરી વિસ્તારમાં પતિએ દિવાળીને લઇને પોતાના માટે કપડાં ખરીદ્યા પરંતુ પત્ની માટે નવા કપડાંની ખરીદી ન કરવાને લઇને દંપતી વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાબતે લાગી આવતાં નાસીપાસ થઇ ગયેલી પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

  પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ડુંગરી ખાતે સાંઇ દર્શન સોસાયટીમાં રહેતા પ્રકાશ ઠાકોટ ટંડેલ અને તેમની પત્ની ધર્મિષ્ઠા વચ્ચે દિવાળીના કપડાંની ખરીદીને લઇને માથાકૂટ થઇ હતી. પતિએ તેના માટે કપડાં ખરીદ્યા પરંતુ પત્ની માટે નવા કપડાં ન લેવાને લઇને પતિ-પત્ની વચ્ચે તકરાર થઇ હતી. જે ઘટનાની સ્થિતિ વધુ વણસે નહીં અને પત્ની કોઇ અઘટિત પગલું ન ભરે તે માટે પ્રકાશે તેના સાસરી પક્ષના સભ્યોને બનાવની અવગત કરાવ્યા હતા.

  જે બાદ પ્રકાશ કામ અર્થે બજારમાં નીકળ્યો હતો. પતિની ગેરહાજરીમાં ધર્મિષ્ઠાએ પોતાના બેડરૂમમાં જઇ પંખાના હુક પર સાડી વડે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જે બાબતે પ્રકાશને જાણ થતાં ડુંગરી પોલીસ મથખે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Valsad, Wife, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन