જુનિયર ક્લાર્ક રૂ. 5 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

P
Updated: January 1, 1970, 5:30 AM IST
જુનિયર ક્લાર્ક રૂ. 5 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
વલસાડ# વલસાડ કલેકટર કચેરીમાં આવેલી અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગની નાયબ નિયામકની કચેરીમાં આજે, સુરત એસીબી ની ટીમ ત્રાટકી હતી. જેમાં અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગની કચેરીનો જુનિયર ક્લાર્ક મોતીલાલ જેરામભાઈ પટેલ રૂપિયા 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
વલસાડ# વલસાડ કલેકટર કચેરીમાં આવેલી અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગની નાયબ નિયામકની કચેરીમાં આજે, સુરત એસીબી ની ટીમ ત્રાટકી હતી. જેમાં અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગની કચેરીનો જુનિયર ક્લાર્ક મોતીલાલ જેરામભાઈ પટેલ રૂપિયા 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. 1 કલેકટર કચેરીના ચોથા માળે આવેલ વલસાડ એસીબી કચેરીની બાજુ માંજ આવેલી આ કચેરીમાં સુરતની એસીબી ની ટીમ ત્રાટકતા દોડધામ મચી ગઈ હતી. એસીબી પાસેથી મળતી માહિતી પ્રમાણે, આરોપી જુનિયર કલાર્ક મોતીલાલે વલસાડના એક ફરિયાદી પાસેથી રૂપિયા 5 હજારની લાંચ માગી હતી. ફરિયાદીએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતા. આથી સરકારની ચાલતી યોજના અંતર્ગત રૂપિયા 50 હજારની મળતી સહાય મેળવવા માટે આ કચેરીમાં અરજી કરી હતી. અને સરકારી સહાયનો 25 હજારનો પ્રથમ હપ્તો અગાઉ જ મળી ગયો હતો. જોકે, ત્યાર બાદ બાકીના બીજા હપ્તાના રૂપિયા 25 હજારની સહાય મેળવવા માટે કાગળિયા કરવા પેટે આરોપી જુનિયર કલાર્કે રૂપિયા 5 હજારની માંગ કરી હતી. આથી ફરિયાદીએ સુરત એસીબી નો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એસીબીએ ગોઠવેલ છટકામાં આરોપી મોતીલાલ કચેરી માંજ ફરિયાદી પાસેથી રૂપિયા 5 હજારની લાંચ સ્વીકારતી વખતે જ એસીબી એ તેને રંગે હાથ ઝડપી પડ્યો હતો.
First published: October 12, 2015
વધુ વાંચો
अगली ख़बर