વલસાડ: વાપીના ગુંજન વિસ્તારમાં સ્થિત પુરોહિત ગેસ્ટ હાઉસમાં એક યુવકે ઝેરી દવા પીતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન યુવકનુ મોત નીપજ્યું હતું. આ યુવક રાજકોટનો રહેવાસી અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા બે ત્રણ વર્ષથી કરોનાના કારણે ધંધામાં મંદી આવતા અને કામ ન મળવાના કારણે આર્થિક સ્થિતિ કથડતા પરિવારનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડતા ટેન્શનમાં રહેતો હતો.
રાજકોટના સહકાર મેન રોડ પર આશિર્વાદ પાર્ક શેરી નં.-1માં રહેતા મનિષાબેન કમલેશભાઇ ચૌહાણએ વાપી GIDC પોલીસ મથકમાં બુધવારે જાહેરાત આપતા જણાવ્યું હતું કે તેમને સંતાનમાં બે છોકરાઓ છે. પતિ કમલેશભાઇ કડિયાકામના કારીગર હતા બંને છોકરાઓ પણ કડીયાકામ શીખવા માટે તેમની જતા હતા. પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી કોરોનાના કારણે ધંધામાં મંદી આવતા કડિયાકામ માટે કામ મળતું ન હોવાથી અને ઘરમાં પૈસાની તંગી પડતી હોય પતિ કમલેશભાઈ ચૌહાણ ટેન્શનમાં રહેતા હતા.
કોરોનાના કારણે ધંધામાં મંદી આવતા કડીયાકામ માટે કામ ન મળતા યુવક તેંશન મા રહેતો હતો. અને પૈસાની તંગી પડતા ઘરમાં બે છોકરા, સાસુ-સસરા અને પતિનીનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડતી હતી. આથી સાતેક મહિના પહેલા પણ કમલેશભાઇ ઘરથી કોઇને કઈ પણ કહ્યા વગર ઘરેથી ચાલી ગયા હતા. જોકે થોડા દિવસ પછી તેઓ ફરીથી ઘરે પરત આવી ગયા હતા. 24 ડિસેમ્બર ના રોજ પણ વહેલી સવારે કમલેશભાઇ ફરીથી ઘર છોડીને નીકળી ગયા હતા. તેમને શોધવા માટે પરિવારજનોએ સગાસંબંધીઓ ના ઘરે ફોન કરીને તપાસ કરી હતી. અને કમલેશ ભાઈના ફોન ઉપર પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા સંપર્ક થયો ન હતો. અને અગાઉની જેમ ઘરે પરત આવી જશે તેમ વિચારી પરિવારજનોએ આ અંગે પોલીસમાં જાણ કરી ન હતી.
28 ડિસેમ્બર ના રોજ મનિષાબેને પતિને ફોન કરતા તેમણે જાણવા મળ્યું હતું કે , તેમના પતિ કમલેશભાઈ વાપીના જીઆઇડીસી વિસ્તારમાં પુરોહિત ગેસ્ટહાઉસમાં 25 ડિસેમ્બરે આવ્યા હતા. અને 27 ડિસેમ્બર ના રોજ જમી પરવારીને રૂમમાં ગયા બાદ મોડે સુધી દરવાજો ન ખોલતા ગેસ્ટ હાઉસના માલિકે દરવાજો ખખડાવ્યો હતો જોકે કમલેશભાઈ એ દરવાજો ખોલ્યો ન હતો. અને ત્યારે બાદ બારીમાંથી જોતા તેઓ જમીન ઉપર બેભાન પડેલી હાલતમાં દેખાયા હતા. અને કોઇ ઝેરી દવા પીધી હોવાનું જણાઈ આવતા તાત્કાલિક કમલેશભાઈ ને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ GIDC પોલીસે પરિવારજનોના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.