દમણ ફરવા જતા લોકો સાવધાન, ધોળા દિવસે દેવકા બીચ ઉપર ચપ્પુની અણીએ પ્રવાસીને લૂંટી લેવાયો, જુઓ Video

દમણ ફરવા જતા લોકો સાવધાન, ધોળા દિવસે દેવકા બીચ ઉપર ચપ્પુની અણીએ પ્રવાસીને લૂંટી લેવાયો, જુઓ Video
વીડિયો પરથી તસવીર

દમણના દેવકા બીચ પર એક યુવક મોટા છરા જેવા તિક્ષ્ણ હથિયારથી એક પર્યટક પરિવારને ધમકાવી તેમની પાસેથી લૂંટ ચલાવી રહ્યો છે.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડઃ કોરોના વાયરસના (coronavirus) લોકડાઉન (lockdown) બાદ અનલોકમાં (Unlock) ધીમે ધીમે મોટાભાગની છૂટ મળતા લોકો હરવા-ફરવા નીકળી પડે છે. રજાના દિવસે લોકો ફરવા લાયક સ્થળોએ મોજ મસ્તી કરવા જતા હોય છે. જોકે, સંઘ પ્રદેશ દમણમાં પર્યટકો સુરક્ષિત ન હોયા એવી રીતે ધોળેદિવસે લૂંટની ઘટના બની હતી. દમણના (Daman) દેવકા બીચ (Devka Beach) ઉપર ધોળે દિવસે એક પ્રવાસી (Tourist) પરિવારને એક યુવકે ચાકુની અણીએ ધમકાવી લૂંટ (loots) ચલાવતા સનસની મચી ગઇ હતી. જોકે દમણના દેવકા બીચ પર બનેલી આ લૂંટની ઘટનાનો કેટલાક પ્રવાસીઓએ મોબાઈલમાં વીડિયો (Mobile video) પણ બનાવ્યો હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral video) થઈ રહ્યો છે.

  વાયરલ થઇ રહેલા વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ દમણના દેવકા બીચ પર એક યુવક મોટા છરા જેવા તિક્ષ્ણ હથિયારથી એક પર્યટક પરિવારને ધમકાવી તેમની પાસેથી લૂંટ ચલાવી રહ્યો છે.  ચોંકાવનારી વાત એ છે કે ધોળે દિવસે બનેલી આ ઘટના વખતે અનેક પર્યટકો દમણના દરિયા કિનારે ફરતા જોવા મળ્યા હતા. અને લોકોની અવર જવર પણ હતી. જોકે તેમ છતાં એક યુવક પરિવારના પુરુષ સભ્યને છરા જેવા તિક્ષ્ણ હથિયાર સાથે ડરાવી ધમકાવીને તેની પાસેથી પાકીટ સહિતની કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી રહ્યો છે.

  આ પણ વાંચોઃ-મોદી સરકારે ખેડૂતો માટે શરૂ કરી ખાસ સુવિધા, જો રૂ.2000 ફસાઈ ગયા છે તો આવી રીતે ચેક કરો

  એ વખતે ભોગ બનેલ પરિવાર ની એક મહિલા સભ્ય પણ આજીજી કરતી જોવા મળે છે. તો આ ઘટનાને નજરે જોનાર એક અન્ય મહિલા પણ પોલીસને બોલાવો એવી બૂમો પાડીને લોકોને જાણ કરી રહી છે. અને કેટલાક લોકો પણ ત્યાં બાજુમાંથી અવર જવર કરી રહ્યા છે. તેમ છતાં એકલા દેખાતા લૂંટારુનો કોઈ પ્રતિકાર કરતું નથી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિ UP જતો રહેતા પત્નીએ પ્રેમીને ઘરે જ રાખી લીધો, વર્ષો બાદ પતિ આવતા થઈ જોવા જેવી

  આ પણ વાંચોઃ-કળિયુગી પુત્ર! ઘરની બહાર ખુરશીમાં બેઠી હતી માતા, જમીન વિવાદમાં સાવકા પુત્રએ મારી દીધી ગોળી

  લૂંટારું યુવક તિક્ષ્ણ હથિયાર બતાવીને ધમકાવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. જોકે લૂંટ ચલાવ્યા બાદ યુવક ઘટના સ્થળથી દોડીને ફરાર થતો પણ જોવા મળે છે. જોકે આ ઘટનાને નજરે જોતા અન્ય પર્યટકોએ આ ઘટનાનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી અને સોશિયાલ મીડિયામાં વાયરલ કર્યો છે.

  આમ દમણના દેવકા બીચ પર પર્યટક પરિવાર સાથે ધોળે દિવસે થયેલી લૂંટનો વાયરલ થઇ રહેલા વીડિયો પોલીસના ધ્યાને આવતા દમણ પોલીસે વીડિયોના આધાર લૂંટારુ યુવકને શોધવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે. તો પ્રાથમિક તપાસમાં લૂંટનો ભોગ બનેલા આ પરિવાર ભરૂચથી દમણ ફરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
  Published by:ankit patel
  First published:October 05, 2020, 18:35 pm