વલસાડઃ પાણીની આવક વધતા મધુબન ડેમના 8 દરવાજા 2 મીટર ખોલાયા

News18 Gujarati
Updated: July 25, 2019, 12:30 PM IST
વલસાડઃ પાણીની આવક વધતા મધુબન ડેમના 8 દરવાજા 2 મીટર ખોલાયા
મધુબન ડેમની તસવીર

મધુબન ડેમમાં 82,483 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે ડેમનું લેવલ 73.65 સુધી પહોંચ્યું છે. આથી ડેમનું રૂલ લેવલ મેઇનટેઈન કરવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે.

  • Share this:
ભરતસિંહ વાઢેરઃ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.. જોકે જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે નદી-નાળાં બે કાંઠે વહી રહ્યા છે. તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. જેને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

અત્યારે મધુબન ડેમમાં 82,483 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે ડેમનું લેવલ 73.65 સુધી પહોંચ્યું છે. આથી ડેમનું રૂલ લેવલ મેઇનટેઈન કરવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. મધુબન ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલી તેમાંથી 68,070 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે દમણ ગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. કપરાડા માં સવારે બે કલાક માં 2 ઇંચ વરસાદ ખાબકયો હતો. ધોધમાર વરસાદથી સીલધા ગામ નજીક બે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચોઃ-નવસારીમાં દોઢ કલાકમાં 2 ઇંચથી વધારે, આહવામાં 3.50 ઇંચ વરસાદ

સિલધાંના હાટસરી ફળિયા નજીક કોલક નદીના પાણી ફરી વળ્યા હતા.તો પટેલપાડા પાસે આવેલ કોઝવે પર ચવેચા ઓહળ નદી ના પાણી ફરી વળ્યા હતા. આમ ગામ ના બે કોઝવે પર પાણી ફરી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

 
First published: July 25, 2019, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading