વાપી : બુકાની ધારીઓએ IIFLનાં કર્મચારીઓને બંધક બનાવી 8 કરોડનાં સોના સાથે 10 કરોડની લૂંટ કરી

News18 Gujarati
Updated: January 9, 2020, 2:15 PM IST
વાપી : બુકાની ધારીઓએ IIFLનાં કર્મચારીઓને બંધક બનાવી 8 કરોડનાં સોના સાથે 10 કરોડની લૂંટ કરી
IIFL (ઇન્ડિયા ઇન્ફોલાઇન) ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસ

આ લૂંટારૂઓએ 8 કરોડ રૂપિયાનાં સોના સાથે 10 કરોડની લૂંટ ચલાવીને માત્ર દસેક મિનિટમાં ત્યાંથી ભાગી ગયા હતાં.

  • Share this:
વાપી : શહેરનાં ચણોદ વિસ્તારમાં આવેલા IIFL (ઇન્ડિયા ઇન્ફોલાઇન) ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને 10 કરોડ રૂપિયાની લૂંટ થઇ છે. 6 જેટલા લૂંટારાઓ આઈઆઈએફએલની ઓફિસમાં આવીને કર્મચારીઓને બંધક બનાવ્યાં હતાં. આ સાથે તેમણે સીસીટીવી કેમેરાનાં વાયરો પણ કાપી નાંખ્યા હતાં. આ લૂંટારૂઓએ 8 કરોડ રૂપિયાનાં સોના સાથે 10 કરોડની લૂંટ ચલાવીને માત્ર 10 મિનિટમાં ત્યાંથી ભાગી ગયા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. જિલ્લા સહિત મહારાષ્ચ્ટ્રની બોર્ડર પર નાકાબંધીની સૂચના આપી દેવામાં આવી હતી.

આ મામલે મળતી વિસ્તૃત માહિતી પ્રમાણે, વાપીનાં ચણોદ વિસ્તારમાં આવેલા ચંદ્રલોક એપાર્ટમેન્ટનાં પહેલા માળે આઈઆઈએફએલ ગોલ્ડ લોન બેંકમાં આજે સવારે પોણા દસની આસપાસ 6 જેટલા બુકાનીધારીઓ ઘુસ્યાં હતાં. જેમાંથી ચાર જેટલા લોકો પાસે રિવોલ્વર જેવું હથિયારો પણ હતાં. જેની મદદથી આ લૂંટારુઓએ છ જેટલા કર્મચારીઓનાં મોં પર સેલોટેપ લગાવીને બંધક બનાવી એક બાજુ બેસાડી દેવાયા હતાં. આ લોકોએ લોકરની ચાવીઓ લઇને તિજોરીનું તાળું ખોલી નાંખ્યું હતું. જે બાદ તમામે 8 કરોડ રૂપિયાનું સોનું લૂંટીને અન્ય બે કરોડ ઝડપી લઇને ત્યાંથી ફરાર થયા હતાં.

કર્મચારીઓ પ્રમાણે, આ લોકોએ ઝભ્ભો લેંધો અને ઉપર જેકેટ પહેર્યું હતું. આ સાથે તેમણે મોં પર બુકાની બાંધી હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આજુ બાજુની દુકાનનાં સીસીટવી ફૂટેજમાં પણ આ આરોપીઓને શોધવા આવશે. હાલ જિલ્લાની આસપાસની તમામ બોર્ડર પર નાકાબંધી કરી દેવામાં આવી છે.
First published: January 9, 2020, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading