Home /News /south-gujarat /

વલસાડ અને મુંબઇમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ

વલસાડ અને મુંબઇમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ

મેઘરાજાની તોફાની બેટિંગ

    આખરે લાંબા સમય સુધી રાહ જોયા બાદ રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘાના મંડાણ થઈ ચૂક્યા છે ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

    વલસાડમાં વીજળીના કડાકા સાથે વરસાદ

    વલસાડ જિલ્લામાં મોડીરાતથી વહેલી સવાર સુધી અઢી ઇંચ વરસાદ પડ્યો છે.    તમામ તાલુકાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કપરાડામાં 15 મીમી, ધરમપુર 08 મીમી વરસાદ ખાબક્યો. તો વલસાડમાં 2.4 ઈંચ, વાપીમાં 3.2 ઈંચ અને પારડીમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. મોગરાવાડી રેલવે ગરનાળું લગભગ અડધુ પાણીમાં ગરકાવ થઇ ગયું છે.

    મોગરાવાડી રેલવે ગરનાળું લગભગ અડધુ પાણીમાં ગરકાવ




    ડાંગ જિલ્લામાં વરસાદની પધરાણી


    ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
    ડાંગ જિલ્લાના વઘઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુબીર 35 મીમી, વઘઈ 150 મીમી વરસાદ પડ્યો હતો. તો છેલ્લા 24 કલાકમાં આહવા 10 મીમી કરતા વધુ વરસાદ ખાબક્યો. વઘઈમાં એક કલાક સુધી પડેલા વરસાદના કારણે જનજીનવ પર અસર પડી છે. શહેરના મુખ્યમાર્ગોમાં પર પાણી ભરાવવાના કારણે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જ્યારે વઘઈમાં પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

    મુંબઇમાં મેઘ મહેરબાન
    તો તરફ મુંબઇમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. બોરીવલી,મીરા રોડ,પાર્લા,ચેમ્બુરમાં વરસાદની પધરાણી થઇ હતી. જેને લઇ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા


    ધોધમાર વરસાદની લોકોએ મજા માણી
    સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પોશીનાના ખેડબ્રહ્મા, ઇડર, વડાલી પંથકમાં પવન સાથે વરસાદ થયો હતો . ધોધમાર વરસાદની લોકોએ મજા માણી હતી. પોશીનાની સેઈ નદી બે કાંઠે વહેતી થઈ હતી. ઉપરવાસમાં વધુ વરસાદને લઈને સેઇ નદીમાં નવા નીર આવ્યા હતા.જો કે પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Dang, Entry, Valsad, Varsad, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन