સેલવાસઃ શિક્ષિકાનો ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ, લાંબી સારવાર બાદ મોત

News18 Gujarati
Updated: January 24, 2019, 8:57 AM IST
સેલવાસઃ શિક્ષિકાનો ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ, લાંબી સારવાર બાદ મોત
પ્રતિકાત્મક તસવીર

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં રહેતી અને વ્યવસાયે શિક્ષિકાએ 20 દિવસ પહેલા ઘરમાં ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં રહેતી અને વ્યવસાયે શિક્ષિકા હિનાબેન યોગેશભાઈ હળપતિએ 20 દિવસ પહેલા ઘરમાં ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેણીને તરત જ સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલમાં દાખલ કરી જીવ બચાવવાના પ્રયાસ કરાયો હતો. જોકે, 20 દિવસની સારવાર બાદ આખરે શિક્ષિકાએ દમ તોડી દીધો હતો. મૃતકના પિતાએ દીકરીના અપમૃત્યુ પાછળ સાસરિયાંને જવાબદાર ઠેરવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સેલવાસના ક્રિષ્ણા કોમ્પલેક્સમાં રહેતા હિનાના લગ્ન યોગેશ સાથે 6 વર્ષ પહેલા થયા હતા. હિના હળપતિ સેલવાસમાં એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. હિનાએ 20 દિવસ પહેલા પોતાના ઘરમાં અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને તુરંત નીચે ઉતાર્યા બાદ વિનોબા ભાવે સિવિલમાં સારવાર માટે ખસેલડાવમાં આવ્યા હતા. જ્યાં તેમનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલી વિનાયલ યાન બનાવતી કંપનીમાં ભીષણ આગ, કરોડોના નુકસાનની આશંકા

આ મામલે સેલવાસ પોલીસે પ્રથમ આત્મહત્યાના પ્રયાસની જાણવા જોગ નોંધ લીધી હતી. તે પછી તેના પિતા હસમુખભાઇએ પોલીસ સમક્ષ સાસરિયાંના ત્રાસને કારણે દીકરીએ આવું પગલું ભર્યાની ફરિયાદ આપી હતી.

હવે સેલવાસ પોલીસે સીઆરપીસી 174 મુજબ ગુનો નોંધીને હિનના મૃતદેહનું પેનલમાં પીએમ કરાવી તેની લાશનો કબજો પિતા હસમુખભાઈને સોંપ્યો હતો. જે બાદ હસમુખભાઇએ દીકરી હિનાની લાશની ઉમરગામ ખાતે અંતિમ વિધિ કરી હતી.
First published: January 24, 2019, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading