Home /News /south-gujarat /

valsad police secial drive: બે દિવસમાં 2000 પીધેલા પકડ્યા, રાત પોલીસે સ્ટેશનમાં ગઈ

valsad police secial drive: બે દિવસમાં 2000 પીધેલા પકડ્યા, રાત પોલીસે સ્ટેશનમાં ગઈ

દારૂડિયાઓ

દારૂડિયાઓ ઝડપાતા રાત પોલીસ સ્ટેશન મા વિતાવવાનો વારો આવ્યો...

valsad crime news: જિલ્લાની 24 બોર્ડરો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવીને કડક ચેકીંગ (cheacking) હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન બે દિવસમાં 2000 થી વધુ દારૂડિયાઓ પોલીસના (drunk people) હાથે ઝડપાતા જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.

વધુ જુઓ ...
    valsad crime news: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીમા (new year celebration) દારૂનો નશો કરી ગુજરાત તરફ આવતા લોકોને પકડવા વલસાડ જિલ્લા પોલીસે ડ્રાઈવ યોજી (valsad jilla police driver) હતી. જિલ્લાની 24 બોર્ડરો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવીને કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન બે દિવસમાં 2000 થી વધુ દારૂડિયાઓ પોલીસના હાથે ઝડપાતા જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. 31 મી ડિસેમ્બર ના રોજ એકજ દિવસમાં 1422 દારૂડિયા ઝડપાયા હતા.

    મહત્વપૂર્ણ છે કે દર વર્ષે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષ ની ઉજવણી માટે ખાવા-પીવાનાં શોખીનો દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાં જતા હોય છે. જોકે કેટલાક લોકો ત્યાંથી દારૂનો નશો કરી ગુજરાતમાં પ્રવેશ કરતા હોવાથી અનેક વખત અકસ્માતો પણ થતા હોય છે.

    તેમજ અનેક ગુનાઓ બનવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. આથી આવા ગુનાઓ બનતા અટકાવવા અને રાજ્યમાં દારૂ બંધીના કડક અમલ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પડોશી પ્રદેશોના નાકાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને દારૂના નશામાં ગુજરાત તરફ આવતા લોકોને પકડીને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    પોલીસ ની બે દિવસ સુધી ચાલેલી દારૂડિયાઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઇવમાં પ્રથમ દિવસે 835 અને બીજા દિવસે એટલે કે થર્ટી ફર્સ્ટ ના દિવસે 1422 થી વધુ દારૂડિયાઓને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત વલસાડ માં પોલીસે 2 હાઈ પ્રોફાઈલ શરાબ કબાબની પાર્ટીઓ પર પણ રેડ કરી હતી. તો 35 લોકો દારૂના જથ્થા સાથે પકડાયા હતા. તેમજ 211 લોકો નશાની હાલતમાં ગાડી ચલાવતા પોલીસ ના હાથે ઝડપાઇ ગયા હતા.

    મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં દર વર્ષે મોટી સંખ્યામાં નશાની હાલતમાં શોખીનો પકડાતા હોવાથી પોલીસ સ્ટેશનો આરોપીઓ થી ઉભરાય છે. આથી આટલી મોટી સંખ્યામાં આરોપીઓને રાખવા માટે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોની બહાર મંડપો બાંધવા પડયા હતા.

    તો કેટલીક જગ્યાએ ખુલ્લા મેદાનોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તો કેટલાક પોલીસ સ્ટેશનો દ્વારા આરોપીઓ ને રાખવા માટે હોલ અને વાડીઓ પણ ભાડે રાખવામાં આવી હતી. આ વખતે પણ આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આરોપીઓ પકડાયા હોવાથી પોલીસ સ્ટેશનમાં મેળા જેવો માહોલ જામ્યો હતો.
    First published:

    Tags: Crime news, Daman, Gujarati News News, Valsad

    આગામી સમાચાર