સુરતઃ કોસંબામાં હોટેલમાં ઇલેક્ટ્રીક કરંટ લાગતાં બે વ્યક્તિનાં મોત

News18 Gujarati
Updated: June 18, 2019, 6:48 PM IST
સુરતઃ કોસંબામાં હોટેલમાં ઇલેક્ટ્રીક કરંટ લાગતાં બે વ્યક્તિનાં મોત
સુરતના કોસંબા નેશનલ હાઇવે 48 પર આવેલી સાઈ સીતારામ હોટલના,હોટલના ટેરેસ પર જવા મુકેલી લોખંડની સીડી બે વ્યક્તિના મોતનું કારણ બની.

સુરતના કોસંબા નેશનલ હાઇવે 48 પર આવેલી સાઈ સીતારામ હોટલના,હોટલના ટેરેસ પર જવા મુકેલી લોખંડની સીડી બે વ્યક્તિના મોતનું કારણ બની.

  • Share this:
કેતન પટેલ, બારડોલીઃ સુરતના કોસંબા નજીક ધામદોડ ગામે નેશનલ હાઇવે 48ને અડીને આવેલી સાઈ સીતારામ હોટલના ચાર કામદારોને કરંટ લાગતા બેનાં મોત નિપજ્યા હતા. જયારે બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે ઘટના બાદ હોટલ સંચાલકો ફરાર થઇ ગયા હતા. મૃતક પરિવારજનોએ હોટલ સંચાલકો પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાં માંગ કરી હતી.

સુરતના કોસંબા નેશનલ હાઇવે 48 પર આવેલી સાઈ સીતારામ હોટલના,હોટલના ટેરેસ પર જવા મુકેલી લોખંડની સીડી બે વ્યક્તિના મોતનું કારણ બની હતી. હોટલમાં કામ કરતા કામદારો પોતાનું કામ પતાવી હોટલના ટેરેસ પર આવેલી રૂમ પર આરામ કરવા ગયા હતા. સાંજના 4,30 વાગ્યાની આસપાસ હિતેશ વસાવા નામનો 20 વર્ષીય યુવાન લોખંડની સીડી પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે લોખંડની સીડી પકડતા જ કરંટ લાગ્યો હતો. અન્ય કામદારો પણ કરંટ અજાણ હિતેશને બચાવવાનો પ્રયાસ કરતા તેમને પણ કરંટ લાગ્યો હતો. ઘટનામાં 20 વર્ષીય હિતેશ અને 16 વર્ષીય પ્રકાશ વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો ઘટના બાદ હોટલ સંચાલક ફરાર થઇ ગયા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ પ્રકૃતિપ્રેમીઓ શ્રમદાન કરી ચેકડેમ રિપેર કર્યો; લાખો લિટર પાણી સંગ્રહાશે 

હજી ડભોઇની ઘટના લોકો ભૂલી શક્યા નથી ત્યાં ફરી સુરત ના ધામદોડ નજીક આવેલી હોટલ સંચાલકોની બેદરકારી બહાર આવી. ઘટના બાદ હોટલ સંચાલકો હોટલ બંધ કરી ભાગી છૂટ્યા હતા. હોટલના મૂળ મલિક ઘટના સ્થળે આવ્યા તો ખરા પણ તેઓએ હોટલ ભાડે આપી હોવાનું કહી કાર લઇ ચાલતી પકડી અને મીડિયાની હાજરી દૂર થઇ કે તરત અન્ય માણસો સાથે પોતાની પોલ પકડાઈ નહીં એ માટે વાયરો ફટાફટ કાપી નાખ્યા હતા. સમગ્ર મામલે હવે પોલીસે પણ તપાસ શરૂકરી છે .
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...