Home /News /south-gujarat /

Surat: વિદેશમાં નોકરીની લાલચે લાખોનો ચૂનો ચોપડ્યો, ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Surat: વિદેશમાં નોકરીની લાલચે લાખોનો ચૂનો ચોપડ્યો, ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વિદેશમાં નોકરી આપવાના સપના બતાવી 3 ઠગ દ્વારા તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા

અનેક યુવાનો દ્વારા આ મામલે સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જ્યાં એજન્ટોની સીધી સંડોવણી સામે આવતા સુરતની ઉમરા પોલીસે આ ટોળકીના રાજેન્દ્ર રવજી તરસરીયા અને હેમલ હિપેશ પાંડવ ની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
આજના યુવાનોને વિદેશમાં નોકરી (jobs abroad) આપવાના સપના બતાવી સુરતના ઠગો (Fraud) દ્વારા 25 કરતાં વધુ યુવકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરવાનો મામલો સામે આવ્યો છે. જો કે મામલો સામે આવતાની સાથે જ સુરત (Surat)ની ઉમરા પોલીસે (Umra Police) ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી 2 એજન્ટોની ધરપકડ કરી છે. આ મામલે સતત ગુનાઓ દાખલ થવાના કારણે લેભાગુ એજન્ટ રાજેન્દ્ર તરસરીયાએ પોતાના હાથમાં લોકઅપની જાળી મારી દેતા ઈજા થઈ હતી.

આજના યુવાનો ભણી-ગણીને વિદેશમાં નોકરી કરી લાખો રૂપિયા કમાવવાની આશા અને સપના જોતા હોય છે ત્યારે આવા યુવકોને પોતાની જાળમાં ફસાવી તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરતની ઉમરા પોલીસમાં આ જ પ્રકારનો એક ગુનો દાખલ થયો છે અને વિદેશમાં નોકરી આપવાના સપના બતાવી 3 ઠગ દ્વારા તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો- મધ્યાહન ભોજન યોજનામાં કૌભાંડ

જોકે અનેક યુવાનો દ્વારા આ મામલે સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જ્યાં એજન્ટોની સીધી સંડોવણી સામે આવતા સુરતની ઉમરા પોલીસે આ ટોળકીના રાજેન્દ્ર રવજી તરસરીયા અને હેમલ હિપેશ પાંડવ ની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપીધાર્મિક સુરેશ માધવાણી ફરાર છે. ત્યાં જ પકડાયેલા એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ થતા લોકઅપમાંથી લેભાગુ એજન્ટ રાજેન્દ્ર તરસરીયાએ બહાર કાઢતા તેણે પોતાના જ હાથમાં લોકઅપની જાળી મારી દીધી હતી. જેના કારણે લેભાગુ એજન્ટને ઈજા થતા પોલીસે સારવાર કરાવી હતી.

આ પણ વાંચો- શરતો પર આધારિત એક તદ્દન નવી જ લવસ્ટોરી

આ ગુનાના મુખ્ય આરોપીને પકડી પાડવા પણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ત્યાં જ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં હજુ પણ કેટલાક યુવાનો સાથે ઠગાઈ થઈ છે તે સામે આવે તેવી શક્યતાઓ પણ પોલીસે વ્યક્ત કરી છે.
Published by:rakesh parmar
First published:

આગામી સમાચાર