તાપી : જ્વેલરીની દુકાનમાં (Jwelers shop) ઝૂંડ બનાવી અને ગ્રાહકોના સ્વાંગમાં આવતી મહિલા (Women gang) ગેંગની તસ્કરીના કિસ્સા અવારનવાર બની રહ્યા છે. જોકે, નાની દુકાન ધરાવતા જ્વેલર્સને (Theft in Jwelers Shop) ત્યાં આ પ્રકારના કિસ્સાઓ વધુ બનતા હોય છે જેનો વધુ એક કિસ્સો દક્ષિણ (Theft in Vyara Gujarat) ગુજરાતના વ્યારામાં બન્યો છે. તાપીના વ્યારામાં આવેલી શ્રીરામ જ્વેલર્સની (Vyara Shri ram Jwelers Theft) દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે. અહીંયા ગ્રાહકના સ્વાંગમાં આવેલી બુરખાધારી મહિલાઓ બુટ્ટી ભરેલું બોક્સ લઈની રફૂચક્કર થઈ ગઈ હતી. ચોરીની કરતૂત સીસીટીવીમાં (CCTV Video of Vyara Jwelers Gold Theft) કેદ થઈ જતા સમગ્ર ઘટના સામે આવી છે.
બનાવની વિગતો એવી છે કે શનિવાર મોડીસાંજે વ્યારાના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ દેસાઈ માર્કેટમાં ત્રણ બુરખાધારી મહિલાઓ દુકાનદારની નજર ચુંકવીને 12 જોડી બુટ્ટીનું બોક્સ લઈને ફરાર થઈ ગઈ હતી. દુકાનદારને સીસીટીવી જોતા ચોરીનો ખ્યાલ આવ્યો હતો અને સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો.
ગ્રાહકના સ્વાંગમાં આવી મહિલાઓ
શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ 3 મહિલાઓ શ્રીરામ જ્વેલર્સની દુકાનમાં બુટ્ટી ખરીદવા માટે આવી હતી. તે જ સમયે દુકાનદારની નજર ચૂંકવીને આ મહિલાઓ આશરે 30 ગ્રામના વજનવાળી 12 જોડી સોનાની બુટ્ટીવાળું બોક્ષ લઈને ફરાર થઈ ગઈ છે. દુકાનદારને માલ જોવામાં વળગાડી અને એક પછી એક દાગીના જોતી મહિલાઓએ આસાનીથી ચોરી કરી લીધી હતી.
રાજ્યમાં ચોરીના આ પ્રકારના અવારનવાર કિસ્સાઓ બને છે ત્યારે ટોળામાં આવતી મહિલાઓને દાગીના બતાવતા સમયે ઝવેરીઓ ચેતજો, એક પછી એક બોક્ષ લાઇનમાં ગોઠવી રાખવાની ઘટનાઓમાં ચોરી થઈ રહી છે ત્યારે આ વીડિયો પરથી શીખ લેવા જેવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર