Home /News /south-gujarat /ગૌ તસ્કરી મામલે ચુકાદો, કોર્ટે કહ્યું- ‘પરમાણું હુમલામાં ગાયના છાણથી બનેલા ઘરો સુરક્ષિત હોય છે’

ગૌ તસ્કરી મામલે ચુકાદો, કોર્ટે કહ્યું- ‘પરમાણું હુમલામાં ગાયના છાણથી બનેલા ઘરો સુરક્ષિત હોય છે’

ગૌ તસ્કરી મામલે ચુકાદો

Judgment Of The Court: આ મામલે સજા સંભળાવતા તાપી જિલ્લા સેશન્શ કોર્ટના જજ એસ.વી. વ્યાસની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, ‘પરમાણું હુમલામાં ગાયના છાણથી બનેલા ઘરો સુરક્ષિત રહે છે જે વિજ્ઞાને સાબિત કર્યું છે.’

  તાપી: તાપી જિલ્લા કોર્ટે મહારાષ્ટ્રમાંથી ગેરકાયદેસન રીતે ગૌ-વંશની હેરાફેરી કરનાર એક 22 વર્ષના વ્યક્તિને આજીવન કેદની સજા કરી છે. આ સાથે સાથે તાપી જિલ્લા કોર્ટે કેટલીત મહત્વની ટિપ્પણીઓ પણ કરી છે. આ મામલે સજા સંભળાવતા તાપી જિલ્લા સેશન્શ કોર્ટના જજ એસ.વી. વ્યાસની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, ‘પરમાણું હુમલામાં ગાયના છાણથી બનેલા ઘરો સુરક્ષિત રહે છે જે વિજ્ઞાને સાબિત કર્યું છે.’

  ગૌહત્યા ચરમસીમાએ પહોચી ગઈ: કોર્ટ


  આ મામલે કોર્ટે કહ્યું કે, એક સમય એવો પણ આવશે જ્યારે લોકો ગાયના ફોટા લેવાનું પણ ભૂલી જશે. ભારતની આઝાદીને 70 વર્ષથી વધુ વર્ષ થઈ ગયા છે. પરંતુ ગૌહત્યા અટકી નથી, તે અત્યારે ચરમસીમાએ પહોંચી ગઈ છે. આજે જે સમસ્યાઓ છે તે એટલા માટે છે કારણ કે, ચીડિયાપણું અને ગરમ સ્વભાવ વધી રહ્યો છે. આમાં વધારો થવાનું એકમાત્ર કારણ ગાયોની હત્યા છે. જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ ન હોય ત્યાં સુધી સાત્વિક આબોહવા પ્રભાવિત થઈ શકે નહીં.

  આ પણ વાંચો: પાકિસ્તાનમાં વધુ એક હિંદુ છોકરી ક્રૂરતાનો ભોગ બની, ઇસ્લામ સ્વીકારવાની ના પાડી તો 3 દિવસ સુધી થયો ગેંગરેપ

  કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી


  ઉલ્લેખનીય છે કે, ગૌહત્યા અને ગેરકાયદેસર પરિવહનની ઘટનાઓને કોર્ટ સમાજ માટે શરમજનક ગણાવતા કહ્યું કે, ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ તે એક માતા છે. તેથી તેનું નામ માતા રાખવામાં આવ્યું છે. ગાય જેવું આ જગતમાં કૃતઘ્ન બીજું કોઈ નથી. ગાય 68 કરોડ પવિત્ર સ્થાનો અને તેત્રીસ કરોડ દેવતાઓનો જીવંત ગ્રહ છે. આ મામલે કોર્ટે વધુમાં કહ્યું કે, ‘જો ગાય લુપ્ત થઈ જશે તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. વેદના તમામ છ અંગો ગાયોના કારણે સર્જાયા છે.’

  આ પણ વાંચો: શું તમારે ધોરણ 10માં 90 ટકાથી વધારે માર્ક્સ લાવવા છે? જાણો સફળતાની સાત ટીપ્સ

  2022ના કેસ મામલે આવ્યો ચુકાદો


  મહારાષ્ટ્રના 22 વર્ષના યુવક મોહમ્મદ અમીન આરિફ અંજુમ જુલાઈ 2020માં એક ટ્રકમાં 16થી વધુ ગાયો અને ઢોર સાથે ઝડપાયો હતો. કોર્ટે ગાયની તસ્કરીના આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Tapi, Vapi cow theft, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन