વલસાડઃ પોલીસ કોન્સ્ટેબલ પર મધરાતે હુમલો,બુટલેગર પર આશંકા

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 19, 2017, 4:05 PM IST
વલસાડઃ પોલીસ કોન્સ્ટેબલ પર મધરાતે હુમલો,બુટલેગર પર આશંકા
વાપીઃરાજ્ય મા દારૂબંધી ના કડક કાયદા ના અમલ બાદ પણ દારૂ ની હેરાફેરી પર સમ્પૂર્ણ રોક હજુ સુધી નથી લાગી રહી.પડોશી સંઘ પ્રદેશ દમણ થી ગુજરાત મા દારૂબંધી ને ડામવા પોલીસ પહેરો વધી જતા હવે બુટલેગરો ગમે તે ભોગે દારૂ ની હેરાફેરી કરવા મથી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.વલસાડ ના ગુંદલાવ નજીક હાઇવે પર ગઈ મોડી રાત્રે એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા નો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 19, 2017, 4:05 PM IST
વાપીઃરાજ્ય મા દારૂબંધી ના કડક કાયદા ના અમલ બાદ પણ દારૂ ની હેરાફેરી પર સમ્પૂર્ણ રોક હજુ સુધી નથી લાગી રહી.પડોશી સંઘ પ્રદેશ દમણ થી ગુજરાત મા દારૂબંધી ને ડામવા પોલીસ પહેરો વધી  જતા હવે બુટલેગરો ગમે તે ભોગે દારૂ ની હેરાફેરી કરવા મથી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.વલસાડ ના ગુંદલાવ નજીક હાઇવે પર ગઈ મોડી રાત્રે એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા નો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

ઘટના ની વિગત પ્રમાણે વલસાડ ના ઉમરગામ પોલીસ સ્ટેશન નો  કોન્સ્ટેબલ કિશોર ભાણા વલસાડ ના ગુંદલાવ નજીક હાઇવે પર થી પોતાની કાર મા પસાર થઇ રહ્યો હતો.ત્યારે હાઇવે પરજ બે કારમા આવેલ કેટલાક શકશોએ કોન્સ્ટેબલ ની કાર રોકી ને કાર મા તોડફોડ કરી હતી.સાથે કોન્સ્ટેબલ ને પણ ઢોર માર મારી ફરાર થઈ ગયા હતા.ઘટના ની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ મા દમણના ડોરિ કડઇયા.વિસ્તાર મા રહેતા ઉમેશ પટેલ નામના બુટ્લેગર એ આ હુમલો કર્યો હોવા ની આશંકા સેવાઇ રહી છે.આ મામલે ને પોલીસએ ગંભીરતાથી લઈને  હવે વલસાડ  રૂરલ પોલીસ સ્ટેશન મા દમણ ના ઉમેશ પટેલ સહિત અન્ય શકશો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને કોસ્ટેબલ પર હુમલો કરનાર આરોપીઓ ને ઝડપવા તપાસ તેજ કરી છે.

First published: January 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर