Home /News /south-gujarat /Amit Shah: જાણો ગુજરાતના ખેડૂતોને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શુ અપીલ કરી
Amit Shah: જાણો ગુજરાતના ખેડૂતોને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શુ અપીલ કરી
તાપીના સુમુલ ડેરીના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહે ખેડૂતોને એક ખાસ અપીલ કરી છે
Amit Shah in Gujarat: તાપી (Tapi)ના સુમુલ ડેરી (sumul dairy)ના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ (Amit shah) આ અપીલ કરી છે. તાપી જિલ્લાના બાજીપૂરામાં સમુલ ડેરી દ્વારા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પ્રાકૃતિક ખેતી પર ખૂબ ભાર મુક્યો છે. પ્રાકૃતિક ખેતીથી જમીન તો રસાયણ મુક્ત બનશે જ સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે. લોકોને રસાયણ મુક્ત અનાજ, રસાયણ વગરનું શાકભાજી અને રસાયણ વગરના ફળફળાદી મળે તે જરૂરી છે. જેથી ગુજરાતના ખેડૂતો (Gujarat farmer)ને મારી અપીલ છે કે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ કરે. એને જાણે એને સ્વીકારે અને એને પોતાના ખેતર પર જમીન પર ઉતારે.
તાપી (Tapi)ના સુમુલ ડેરી (sumul dairy)ના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ (Amit shah) આ અપીલ કરી છે. તાપી જિલ્લાના બાજીપૂરામાં સમુલ ડેરી દ્વારા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સહિત નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે 1 લાખથી વધુ પશુપાલક અને ખેડૂતોની જનમેદનીને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે આ સંમેલનની ઉપસ્થિતી ગુજરાતમાં સહકારી ક્ષેત્ર કેટલું મજબૂત છે તેનું સાક્ષી છે.
સંમેલનમાં અમિત શાહે કહ્યું કે, ધોમધખતા તાપમાં પશુપાલક ભાઈઓ બહેનો આ સંમેલનમાં ચાલતા પણ પહોંચ્યા છે. અમૃત મહોત્સવ અલગ રૂચિથી લોકો સમક્ષ રાખવાનો પ્રધાનમંત્રીનો પ્રયાસ છે. આઝાદીના અમૃતવર્ષને દેશનું સંકલ્પ વર્ષ ગણાવ્યું છે. સુમુલ ડેરી વર્ષ 1951માં રોજના 200 લીટર દૂધ એકત્રીકરણથી થઈ હતી. આજે 20 લાખ લીટર રોજનું દૂધ એકત્રીકરણ કરે છે. આગામી 5 વર્ષમાં 25 લાખ દૂધ એકત્રિત કરવાનું લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મહત્વનુ સાબિત થશે. આદિવાસી ભાઈઓ બહેનોના પરિશ્રમના કારણે રોજ સાત કરોડ રૂપિયા અઢીલાખ પશુપાલકોને ખાતામાં જાય છે. પહેલાં સહકાર સાથે ઓરમાયું વર્તન થતું હતું.
નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરી સહકાર આંદોલનને મજબૂત કરવાનું કામ કર્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે જે ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતી પર ખૂબ ભાર મુક્યો છે. ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે કે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ કરે. એને જાણે એને સ્વીકારે અને એને પોતાના ખેતર પર જમીન પર ઉતારે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 5 ટ્રીલિયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન છે તેનું મહત્વનુ યોગદાન સહકારી ક્ષેત્ર રહેશે. સહકારી ક્ષેત્ર મજબૂત થશે તો દેશનો ખેડૂત, દેશની દીકરી, મહિલાઓ મજબૂત થશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર