
તાપીઃગુજરાતમાં કડક દારૂ બંધીનો કાયદો તો બન્યો છે પરંતુ તેનો અમલ કરાવનાર કાયદાના રક્ષક જ પીધેલી હાલતમાં જોવા મળ્યા છે. આ ઘટના દક્ષીણ ગુજરાતમાં સામે આવી છે. છાકડા બનેલા આ બે કોન્સ્ટેબલે પોતાની કારથી બાઇક સવાર દંપતીને ટક્કર મારતા મામલો સોનગઢ પોલીસ મથકે પહોચ્યો છે. સોનગઢ પોલીસે તેઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.