તાપીઃ corona કહેર વચ્ચે લોકો ભાન ભૂલ્યા! વ્યારાના કપૂર આંબા ફળિયામાં 'ટીમલી ડાન્સ'માં ઝુમ્યા હજારો લોકો, video viral

વાયરલ વીડિયોની તસવીર

આ તમામ લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના એક પણ નિયમનું પાલન કર્યા વગર જ ગરબા અને ટીમલીની મોજ માણતા જોવા મળ્યાં છે.

  • Share this:
કેતન પટેલ, તાપીઃ એકબાજુ કોરોના (coronavirus) સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ કોરોનાને આમંત્રણ નહિ મળે તે માટે સરકાર દ્વારા આ સમયે લગન માં માત્ર 100 લોકોને મંજૂરી આપવામાં આવે છે ત્યારે  સોનગઢના (songadh) ડોસવાડામાં (Doswada) 30મી નવેમ્બરની રાત્રે પૂર્વ મંત્રી (former minister) કાંતિ ગામીતની (kamti gamit) પૌત્રીની સગાઈમાં હજારો લોકોએ ગરબા કર્યા હોય છે. જેના બીજા જ દિવસે વ્યારાના કપૂર આંબા ફળિયા ગામમાં હજારોની સંખ્યામાં લોકો ટીમલી ડાન્સ (timali dance) કરતાં જોવા મળ્યાં છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં (social meida) ભારે વાઈરલ થયો છે. જેના આધારે પોલીસે (police) ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના મહામારી વચ્ચે સરકરે લોકો કોરોના ગાઈડ લાઇન પાલન કરે તે માટે અનેક નિયમો બનાવીયા છે જોકે આજે હાઇકોર્ટ દ્વારા ગાઈડ લાઇન પાલન નહિ કરનાર ને કોવિદ સેન્ટરમાં સેવા કરવાની સજા આપવાની જાહેરાત કરી છે. ત્યારે અહીંયા તો સન્માનીય વ્યક્તિ કોરોનાગૈયાલ લાઇન તોડે કે નહિ પણ મંત્રી અને રાજકીય આગેવાન કોરોના ગાઇડ લાઇન તોડતા જોવા મળે છે.

ગતરોજ તાપી જિલ્લના અને ભાજપના ભુતપૂર્વ મંત્રી પોતાના દીકરાના સગાઈના કાર્યક્રમ હજારો લોકોને એકત્ર કરવાને લઈને વિડીયો વાઇરલ થતા તંર દ્વારા આ મંત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવીયો છે અને તે વિસ્તારના પોલિસ અધિકારી ને સસ્પેન્ડ પણ કરવામાં આવિયા છે ત્યારે આજે ફરીએક વાર તાપી જિલ્લો વિવાદમાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુર આંબા ફળીયુમાં રહેતા બાલીબેન સીગાભાઈ ગામીતના ઘરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોય છે. આ તમામ લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના એક પણ નિયમનું પાલન કર્યા વગર જ ગરબા અને ટીમલીની મોજ માણતા જોવા મળ્યાં છે.

આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગ

પોલીસે કાર્યક્રમના આયોજક અને બાલીબેન સીગાભાઈ ગામીત સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાલીબેન સીગાભાઈ ગામીત તથા તેમની સાથે સંકળાયેલા લોકોએ હાલમાં ચાલતી કોવિડ-19ની વૈશ્વિક મહામારી અનુસંઘાને સરાકર/કલેક્ટર દ્વારા બહાર પાડેલ જાહેરનામા ગાઈડલાઈનનું પાલન ન કરી કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી તેમજ માસ્ક તથા સેનિટાઈઝરનો ઉપયોગ ન કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો આચરતા પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસે આઈપીસી 188,269,270 જી.પી. એક્ટ 131 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ-51 તથા એપેડેમિક એક્ટની કલમ-3 મુજબ ગુનો દાખલ કરી કપૂરા ગામ આંબા ફળીયામાં જાહેરમાં તારીખ 1 અને 2ની વચ્ચેની રાત્રે ગરબાનું આયોજન કરનારા સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published: