Home /News /south-gujarat /

Surat News: સુરતમાં રોજીરોટી માટે આવેલા કૌટુંબિક ભાઈની પત્ની પર જેઠે આચર્યું દુષ્કર્મ

Surat News: સુરતમાં રોજીરોટી માટે આવેલા કૌટુંબિક ભાઈની પત્ની પર જેઠે આચર્યું દુષ્કર્મ

પીડિત મહિલાના પરીવારે આરોપી યુવક વિરુદ્ધ મધ્યપ્રદેશમાં ફરિયાદ નોંધાવી હતી.

કૌટુંબિક મોટાભાઈએ નાનાભાઈની પત્ની સાથે ધમકી આપી પાંચ વાર કરતાં વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કે ગત 5 મે નારોજ રવિશંકર વતન ગયો ત્યારે તેને શંકા ગઇ હતી કે નાના ભાઇની પત્ની સાથેના કુકર્મની જાણ થઇ જશે એટલે વતન ગયા બાદ ત્યાંથી ભાગી ગયો હતો.

વધુ જુઓ ...
સુરત (Surat Crim)ના ઉધના વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં મધ્ય પ્રદેશ (Madhya Pradesh)થી કામધંધાની શોધમાં આવેલ દંપતિ સાથે કૌટુંબિક ભાઇએ ન કરવાનું કામ કર્યું હતું. કામ ધંધા માટે સુરત (Surat)ના ઉધના વિસ્તારમાં બોલાવ્યા બાદ નાનાભાઈની પત્ની પર મોટાભાઈ દ્વારા ધાકધમકી આપી પાંચથી વધુ વખત બળાત્કાર (Rape) કરવામાં આવ્યો હતો. જોકે આ અંગે વતન મધ્યપ્રદેશ ખાતે જઈને મહિલાએ સમગ્ર ઘટના વિશે પોતાના પતિને જાણ કરી હતી.

પીડિત મહિલાના પરીવારે આરોપી યુવક વિરુદ્ધ મધ્યપ્રદેશમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી મધ્યપ્રદેશ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ માટે સુરતના સચિન પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી આપી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ગુજરાતના સતત મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે તેમાં પણ સુરતના સ્લમ વિસ્તારોમાં ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો- અમદાવાદમાં માતાએ પુત્ર-પુત્રીની મદદથી નાના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો

મૂળ મધ્યપ્રદેશના સિંધી જિલ્લાના બહરી તાલુકાના ચમરહદી ગામમાં રહેતો રવિશંકર હિંચલાલ કુસ્વાહ છેલ્લા કેટલાક સમયથી સચિનમાં સ્થાયી થઇ સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરી કરતો હતો. ગત માર્ચ મહિનામાં રવિશંકરે વતનમાં રહેતા તેના કૌટુંબિક ભાઇને ફોન કરી કામધંધા માટે વતન કરતા સુરતમાં ઘણી તક છે, વતન કરતા સારો પગાર મળશે, બચત પણ થશે અને પરિવારનું ગુજરાન પણ ચાલશે એમ કહી સુરત આવવા દબાણ કર્યુ હતું.

જોકે આ યુવાન પોતાની પત્નીને લઈને ગત તારીખ 16 માર્ચના રોજ સુરતના સચિન વિસ્તાર ખાતે આવ્યો હતો. પોતાના કુટુંબી ભાઈના ઘરે આવેલા યુવાનો અને કંપનીમાં નોકરી કરતો હતો અને ભાઈ સાથે પોતે પણ ઘરની બહાર સુતો હતો. જ્યારે તેની પત્ની ઘરની અંદર રહેતી હતી. કૌટુંબિક ભાઇની પત્ની રૂમની અંદર સુતેલી હતી તે તકનો ગેરલાભ લઇ મધરાતે રવિશંકર રૂમમાં જઇ નાના ભાઇની પત્નીને ધાક-ધમકી આપી દુષ્કર્મ કર્યુ હતું.

આ પણ વાંચો- બે હેકરોએ 108 જેટલી વેબસાઈટ હેક કરી, હજારો લોકોને આપી બનાવટી ડીગ્રી

કૌટુંબિક મોટાભાઈએ નાનાભાઈની પત્ની સાથે ધમકી આપી પાંચ વાર કરતાં વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કે ગત 5 મે નારોજ રવિશંકર વતન ગયો ત્યારે તેને શંકા ગઇ હતી કે નાના ભાઇની પત્ની સાથેના કુકર્મની જાણ થઇ જશે એટલે વતન ગયા બાદ ત્યાંથી ભાગી ગયો હતો. જયારે બીજા દિવસે વતન પહોંચેલા કૌટુંબિક ભાઇને તેની પત્નીએ રવિશંકરે આચરેલા કુકર્મની જાણ કરતા પરિણીતાને તેના પતિ મધ્યપ્રદેશ ખાતે આવેલા પોલીસ મથકે જઈ આ મામલે કુટુંબીક મોટાભાઈ અને જેઠ એવા યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જોકે બનાવ સુરતમાં બનેલો હોવાને લઈને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ માટે સુરતના સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ મોકલી આપી હતી ત્યારે સુરતના સચિન પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime Latest News, Surat crime News Gujarati, Surat news

આગામી સમાચાર