તાપીઃ કુકરમુન્ડા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને ટોળું માર મારતો હોય એવો વિડિયો વાઈરલ થયો છે. આ કોન્સ્ટેબલે નશાની હાલતમાં એક મહિલાની છેડતી કરી હોવાનો લોકોનો આરોપ છે.
વધુ મળતી માહિતી મુજબ, તાપીના કુકરમુન્ડા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને ટોળું દ્વારા માર મરાતો હોય એવો વિડિયો વાઈરલ થયો છે. નશાની હાલતમાં પોલીસ-કોન્સ્ટેબલે એક મહિલાની છેડતી કરી હોવાનો લોકોનો આરોપ છે. આ મહિલાનો પક્ષ લઈને કેટલાક લોકોએ પોલીસ મથકની બહાર જ કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હતો. આ વાઈરલ વિડિયો સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચતાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ કોન્સ્ટેબલની ફરિયાદને આધારે પોલીસે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિની અટકાયત કરી છે તો સામા પક્ષે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર