તાપી: સોનગઢ ઉકાઈ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના બની છે. ટેમ્પો પલટી જતાં ત્રણ મહિલા મજૂરનાં મોત થયાં છે તેમ જ સાત જેટલા મજૂરોને ઇજા થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ઇમર્જન્સી સેવા 108ની મદદથી સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી વધુ વિગત મુજબ, તાપીના સોનગઢ ઉકાઈ રોડ પર ટેમ્પાચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ મહિલા મજૂરોનાં મોત થયાં છે તેમ જ સાત જેટલા મજૂરોને ઇજા થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ઇમર્જન્સી સેવા 108ની મદદથી સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ટેમ્પામાં સવાર તમામ લોકો ઉકાઈ માર્ગ પર આવેલા રોકડિયા હનુમાનજીના મંદિરે સવામણીના કાર્યક્રમમાં રસોઈ બનાવવા માટે જઈ રહ્યા હતા એ દરમિયાન અકસ્માત નડ્યો હતો. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર