Home /News /south-gujarat /તાપી: આ આદિવાસી મહિલાએ કરી કમાલ, વર્મી કોમ્પેક્ટ ખાતર બનાવી કરે છે સુપર કમાણી

તાપી: આ આદિવાસી મહિલાએ કરી કમાલ, વર્મી કોમ્પેક્ટ ખાતર બનાવી કરે છે સુપર કમાણી

"નારી તું ન હારી" જી હા એક મહિલા આજના આધુનિક જમાનામાં ધારે તો શું ન કરી શકે તેવીજ રીતે કંઈક કરી બતાવવાની નેમ સાથે તાપી જિલ્લાની એક આદિવાસી મહિલાએ કરી બતાવ્યું છે, તેમણે પશુપાલન સાથે વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે દહાડે સારી એવી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે.

આ છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામે રહેતા 50 વર્ષીય જસુબેન ચૌધરી માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ આ મહિલાએ શરૂઆતમાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં ઝંપલાવ્યું, એ સફળતા બાદ જસુબેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું નક્કી કર્યું, વેસ્ટ આંબાવાડીનો કુચો અને ગાય ભેંસના મળમૂત્રમાંથી તેમણે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું સાહસ કર્યું અને એ સાહસની સફળતા સાથે આજે જસુબેન જિલ્લાના બેસ્ટ ખેડૂતના બિરુદ સાથે અગ્રેસર છે, સાથે તેમનો પરિવાર પણ જસુબેનની વર્ષે દહાડની સારી એવી આવકથી ખુશ થઈ ગર્વ અનુભવી રહ્યો છે.

જસુબેને કહ્યું કે, હું પહેલાથી પશુપાલન કરતી હતી, ધીરેધીરે આત્મા પ્રોજેક્ટ જોડાઈ જેમાંથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની માહિતી મળી હતી. આત્મા પ્રોજેક્ટ માંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવાની તાલીમ લઈ ખાતર બનાવાનુ ચાલુ કરીયુ આજે સારી આવક મને મળે છે.

જસુબેનના પતિ છકાભાઈએ કહ્યું કે, અમારા ઘરમાં પેહલાથી પશુપાલન કરતા હતા જસુબેન વધુ આગળ વધવા માટે આત્મા પ્રોજેક્ટમાં વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવાની તાલીમ લઈ સારી આવક મેળવી રહ્યા છે અમારું ઘર ચલાવવા માટે પણ મદદ કરે છે.

આ સાહસી મહિલા એ તાપી જિલ્લા ના વ્યારા તાલુકા માં અને જિલ્લા માં બેસ્ટ ખેડૂત તરીકે નો એવોર્ડ પ્રાપ્ત કરી એક સાહસી મહિલા તરીકે નો ચીલો ચિતરીયો છે ,સાથે જસુબેન ને રાજ્ય બેસ્ટ ખેડૂત ના એવોર્ડ માટે પણ નોંધણી કરાવી છે, સતત ખેતીવાડી અધિકારી ઓ ના માર્ગદર્શન હેઠળ આ સાહસી મહિલા પગભેર અને માનભેર જીવન નિર્વહ ચલાવતા અધિકારી ઓ પણ ગર્વ અનુભવી રહ્યા છે.

ખેતીવાડી અધિકારી એસ.બી. ગામીતે જણાવ્યું કે, તાપી જિલ્લામાં મહિલા ખેડૂત જસુબેન ચૌધરી છેલ્લા ચાર વર્ષથી આત્મા પ્રોજેક્ટ જોડાયેલા છે. વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીને સારી એવી આવક મેળવી રહ્યાં છે તાલુકા અને જિલ્લા કક્ષાનો બેસ્ટ ખેડૂત તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. રાજ્યમાં બેસ્ટ ખેડૂતના એવોર્ડ માટે પણ નોંધણી કરાવી છે. તાપી જિલ્લા માટે ગર્વ વાત છે.

આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાની આ સાહસી મહિલા એ સાબિત કરી બાતવ્યું છે કે આજના આધુનિક જમાનામાં મહિલા ઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી માનભેર જીવી પોતાના પરિવારનું જીવનનિર્વાહ ચલાવી શકે છે, એમાં કોઈ બે મત નથી ત્યારે આવી સાહસી મહિલા ખેડૂત પાસે આપણે પણ પ્રેરણા લઇ સમાજમાં મહિલાઓ પણ હવે અબળા નારી નથી એવું સાબિત કરી બતાવીએ.
First published:

Tags: Tapi, This