તાપીઃકોંગ્રેસી મહિલાઓના થાળી-વેલણ વગાડી મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર

VINOD LEUVA | Pradesh18
Updated: January 8, 2017, 9:07 AM IST
તાપીઃકોંગ્રેસી મહિલાઓના થાળી-વેલણ વગાડી મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર
તાપીઃ નોટબંધીને આજે 60 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં લોકોની મુશ્કેલી ઓછી થઇ નથી અને તેમાં પણ મહિલાઓને ઘણું વેઠવું પડી રહ્યું છે, આ બધા આક્ષેપો સાથે વિપક્ષ એવો કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાય દિવસથી મેદાને પડી વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. આજે સુરત તથા તાપી જિલ્લાની કોંગી કાર્યકર્તા મહિલાઓએ તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે થાળી વેલણ વગાડી ફરી વિશાળ રેલી કાઢી પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
VINOD LEUVA | Pradesh18
Updated: January 8, 2017, 9:07 AM IST
તાપીઃ નોટબંધીને આજે 60 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં લોકોની મુશ્કેલી ઓછી થઇ નથી અને તેમાં પણ મહિલાઓને ઘણું વેઠવું પડી રહ્યું છે, આ બધા આક્ષેપો સાથે વિપક્ષ એવો કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાય દિવસથી મેદાને પડી વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. આજે સુરત તથા તાપી જિલ્લાની કોંગી કાર્યકર્તા મહિલાઓએ તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે થાળી વેલણ વગાડી ફરી વિશાળ રેલી કાઢી પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.નોટબંધીના આજે 60થી વધુ દિવસ વીતી ગયા છે છતાં સામાન્ય માણસની મુશ્કેલીઓમાં કોઈ ફરક પડ્યો નથી. મોદી દ્વારા પચાસ દિવસ બાદ દેશની મુશ્કેલીઓ થાળે પડી જશે અને પરિસ્થિતિ સામાન્ય થઇ જશે તેવા ખોટેખોટા વચનો સાથે લોકોને અને તેમાં પણ ખાસકરીને ઘર ચલાવતી મહિલાઓને નોટબંધી બાદ ભારે હાલીકીનો સામનો કરવો પડી રહ્યો છે.  આજે મહિલાઓ સરકારના બહેરા કાને તેમનો અવાજ પહોંચે તે માટે થાળી વેલણ લઇ રસ્તાઓ પર હજારો ની સંખ્યામાં ઉતરી હતી જેમાં કોંગી આગેવાનો સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
First published: January 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर