તાપી જિલ્લાનાં વ્યારા ખાતે આદિવાસી એકતા અને વિકાસ મંચ દ્રારા સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકોએ રેલી કાઢી હતી. સુમુલ ડેરી દ્રારા પોષણક્ષમ ભાવ નહીં આપવા સહિતનાં સાત અલગ અલગ મુદ્દે રેલી કાઢી તેઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ રેલીમાં હજારોની સંખ્યામાં સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકો જોડાયા હતાં. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસી એકતા અને વિકાશ મંચ દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો ને સુમુલ ડેરી દ્વારા પોષણક્ષમ ભાવ નહીં આપવા સહિતના સાત જેટલા મુદ્દે રેલી કાઢી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો , આ રેલીમાં હજારોની સંખ્યામાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો જોડાહતા, જે માટે પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જાળવવાને માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
સુમુલ ડેરી દ્વારા જ્યારથી વિવિધ દૂધ ઉત્પાદન મંડળીઓ પર ફેટ મશીન મુકવામાં આવ્યા છે ત્યારથી પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવો નથી મળતા બીજી તરફ સુમુલ ડેરી દ્વારા આજ દૂધને મોંઘા ભાવે વેચી તગડો નફો કમાઈ રહ્યા હોવાના વિવિધ સાત જેટલા મુદ્દો સાથે આજે વિશાળ સંખ્યામાં તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે રેલી કાઢવામાં આવી હતી, આ રેલીમાં લગભગ 4 થી પાંચ હજાર જેટલા પશુપાલકો જોડાયા હતા, અને સુમુલના ચેરમેન રાજુભાઈ પાઠક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, આ મહા રેલીમાં કોંગ્રેસ ના પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી સહિતના આગેવાનો ધારાસભ્યો ની સાથે જનતાદળ ના નેતાઓ પણ જોડાયા હતા, પશુપાલકોની માંગ છે કે જો સુમુલ ડેરી અને તેના સંચાલકો તેમની આ માંગને અનુસરશે નહીં તો તેઓ દ્વારા સુમુલ ડેરીને દૂધ આપવાનું બંધ કરી દેશે.
પશુ પાલક મલનગદેવ જયાબેન ગામીતે જણાવ્યું કે, પશુ પાલક ને દૂધના ઓછા ભાવ મળી રહીયા છે જેનો અમે વિરોધ્ધ કરીયે છે.
સોનગઢ પશુપાલક પીલાજીભાઈ ગામીતે જણાવ્યું કે, દૂધના અમને ભાવ ઓછા મળે છે પશુ પાછળ જે ખર્ચ કરીયે છે એના કરતા પણ ઓછા ભાવ અમને મળે છે જો અમારી માગ ન પુરી થાઈ તો સુમુલમાં દૂધ આપવાનું બધ કરી દેશું.
આદિવાસી એકતા અને વિકાશ આંદોલન-ગુજરાત આગેવાન જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, દૂધના ભાવ બાબતે આજે રેલી કાઢવામાં આવી છે રેલીમાં 15 થી 20 હજાર લોકો રેલીમાં જોડાયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર