Home /News /south-gujarat /ભાજપે હાથ ધર્યુ તાપી નદીનું સફાઈ અભિયાન, નદીમાંથી જળકુંભી કરી દૂર

ભાજપે હાથ ધર્યુ તાપી નદીનું સફાઈ અભિયાન, નદીમાંથી જળકુંભી કરી દૂર

તાપીમાં પાણી ઓછું અને જળકુંભીના પારાવાર ઉપદ્રવે સર્જલી કપરી સ્થિતિમાં ભાજપે તાપી શુદ્ધિકરણ મહાઅભિયાનની આજથી શરૂઆત કરી છે.જેમાં મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો સવારથી જોડાયા હતાં. અને નદીના કાંઠે સફાઈ કરવાની સાથે નાવડીમાં બેસીને તાપીમાંથી જળકુંભી બહાર કાઢી હતી.

રવિવારનો દિવસ અને રામનવમી હોવાથી મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો તાપી નદીના બન્ને બાજુ ગોઠવાઈ ગયા હતાં. અને નાવડીમાંથી આવતી જળકુંભીને ટેમ્પો મારફતે દૂર કરવા લાગ્યા હતાં. કાર્યકરો દ્વારા સફાઈ શરૂ કરવામાં આવતાં કેસરી ટોપી પહેરીને આવેલા કાર્યકરોથી કેસરીયો માહોલ સર્જાયો હતો. જો કે, જળકુંભી દૂર થયા બાદ ફરી થાય છે કે કેમ તે પણ પ્રશ્ન લોકો પુછી રહ્યાં છે. પરંતુ હાલ પુરતી તાપી નદી ભાજપીઓ દ્વારા સ્વચ્છ થતી હોવાથી લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરતાં જોવા મળી રહ્યાં છે.

તાપી નદીમાં જળકુંબીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ભાજપે તાપી નદીના શુદ્ધિકરણ અભિયાનની શરૂઆત કરી. મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો તાપીમાંથી જળકુંભી દૂર કરવાના મહાઅભિયાનમાં જોડાયા હતા. અને નદીના કાંઠેથી જળકુંભી દૂર કરી હતી અને નાવડીમાં બેસીને તાપીમાંથી જળકુંભી બહાર કાઢી હતી. ભાજપના કાર્યકરો દ્નારા તાપીની સફાઈ શરૂ કરવામાં આવતા કેસરીયો માહોલ સર્જાયો હચો.

જો કે અનેકવાર તાપી નદીમાંથી જળકુંભી દૂર કરવામાં આવી છતા તે ફરી ઉગી નીકળે છે અને હાલની સ્થિતિ તો એવી છે કે તાપીમાં પાણી ઓછુ અને જળકુંભી વધુ જોવા મળે છે..ત્યારે ભાજપ કાર્યકર્તા દ્વારા આ તાપી નદીને સ્વચ્છ કરવાનુ અભિયાન હાથ ધરાતા લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
First published:

Tags: Cleaning, Tapi river, ઝુંબેશ, ભાજપ