તાપી : આધારકાર્ડ કઢાવવા આવેલા વૃદ્ધાને જોઈ પ્રાંત અધિકારીએ કર્યુ માનવતાનું કામ, વીડિયો જોઈને ગર્વ થશે

તાપી : આધારકાર્ડ કઢાવવા આવેલા વૃદ્ધાને જોઈ પ્રાંત અધિકારીએ કર્યુ માનવતાનું કામ, વીડિયો જોઈને ગર્વ થશે
વ્યારાના એક વૃદ્ધા જે કમરથી વળી ગયા છે પોતાના પગે ઊભા પણ થઈ નથી શકતા તેને જોઈને પ્રાંત અધિકારી હિતેશ જોશી દોડી આવ્યા પછી જે થયું તે ખરેખર વખાણવા લાયક છે.

વ્યારાના એક વૃદ્ધા જે કમરથી વળી ગયા છે પોતાના પગે ઊભા પણ થઈ નથી શકતા તેને જોઈને પ્રાંત અધિકારી હિતેશ જોશી દોડી આવ્યા પછી જે થયું તે ખરેખર વખાણવા લાયક છે.

  • Share this:
    તાપી : સામાન્ય રીતે અધિકારીઓના તુમાખી ભર્યા વર્તનના કિસ્સાઓ સમાચાર માધ્યમોમાં સ્થાન મેળવી લેતા હોય છે. આવા કિસ્સામાં અધિકારીઓની અણઆવડતાના કારણે આખો વિભાગે બદનામન થતો હોય છે પરંતુ અધિકારીઓમાં અનેક એવા વ્યક્તિઓ કામ કરી રહ્યા છે જે ખરા અર્થમાં પ્રજાની સેવા માટે તત્પર છે. આવા અધિકારીઓના કિસ્સાઓ પણ જાણવા જોઈએ અને તેમને માધ્યમોમાં સ્થાન મળવું જોઈએ. સમગ્ર રાજ્ય અને દેશ જ્યારે દિપોત્સવની ઊજવણી કરી રહ્યો છે ત્યારે તાપી જિલ્લામાં એક અનોખો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. અહિયાં પ્રાંત કચેરીમાં એક અધિકારીની માનવતાએ ચર્ચા જગાવી છે. હકિકતમાં આ કિસ્સો જાણીને તમને પણ ગર્વ થશે.

    બનાવની વિગત એવી છે કે તાપી જિલ્લાના વડા મથક વ્યારમાં પ્રાંત અધિકારીએ એક વૃદ્ધાની સ્થિતિ જોઈને તેમની મદદ કરી અને પોતાની સરકારી ગાડીમાં બેસાડી આધાર કાર્ડ કઢાવી આપ્યું હતું. આજે વ્યારાના સેવા સદનમાં જિલ્લા પંચાયત કચેરી પાસે એક વૃદ્ધા આધારકાર્ડ કઢાવવા માટે બેઠા હતા. દરમિયાન તેમના પર પ્રાંત અધિકારી હિતેશ જોશીનું ધ્યાન ગયું હતું.





    જોશીએ તેમને પૂછ્યું હતું કે બા શાના માટે આવ્યા છો? ત્યારે વૃદ્ધાએ કહ્યું હતું કે સાહેબ આધાર કાર્ડ કઢાવવાનું છે. આ સાંભળતા જ હિતેશ જોશીએ માનવતાનો પરચો આપ્યો હતો. તેમમે વૃદ્ધાનો હાથ ઝાલીને પોતાની સરકારી ગાડીમાં બેસાડ્યા હતા અને તેમને મામલતદાર કચેરીએ લઈ ગયા હતા.

    આ પણ વાંચો :   દાહોદ : મહિલાએ પ્રેમીને આપી દીધું હતું સોનું, પતિએ પૂછતાં રચ્યું 32 લાખની લૂંટનું નાટક

    આ વૃદ્ધા તાપીના કપુરાના વતની છે. જેમને આધાર કાર્ડ કઢાવવું હતુ એટલે પ્રાંત કચેરીએ આવ્યા હતા.જોકે, તેમના નસીબે મુલાકાત સીધા મોટા બાબુ સાથે થઈ હતી અને તેમણે પોતાની સારપનો પરચો આપ્યો હતો. હિતેશ જોશીએ વૃદ્ધાને આધારકાર્ડ કઢાવી આપ્યું હતું. જોકે, આ મામલો પત્રકારોના ધ્યાને આવતા તેમણે અધિકારીને અભિનંદન આપ્યા હતા અને વિગતો પ્રકાશમાં આવી હતી.
    Published by:Jay Mishra
    First published:November 13, 2020, 19:03 pm