તાપીઃ ઉચ્છલના ચચરબુદા ગામે ગંભીર અકસ્માત સર્જાવાની ઘટના બની છે. કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે તેમ જ સાત વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોનો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી વધુ વિગત મુજબ, આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરવા જઇ રહેલા શિક્ષકોની કારને તાપીના ઉચ્છલના ચચરબુદા ગામે અકસ્માત નડ્યો છે. રોડ પર ઊભેલી ટ્રકમાં પાછળથી કાર ઘૂસી જતાં એક શિક્ષકનું ઘટનાસ્થળે મોત થયું છે તેમ જ બીજા સાત લોકોને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર