Home /News /south-gujarat /તાપી: આડાસંબંધ માટે ચેતવણીરૂપ કિસ્સો, સાસુએ સોપારી આપી પુત્રવધુના પ્રેમીની કરાવી દીધી હત્યા

તાપી: આડાસંબંધ માટે ચેતવણીરૂપ કિસ્સો, સાસુએ સોપારી આપી પુત્રવધુના પ્રેમીની કરાવી દીધી હત્યા

સાસુએ જ જમાઈની હત્યા કરાવી

કેમ સાસુએ વિધવા પુત્રવધુના પ્રેમીની હત્યા કરાવી? આડા સંબંધમાં હત્યાની અનોખી કહાની

  હેમંત ગામિત, તાપી : આડા સબંધનું પરિણામ મોત. સમાજમાં વધી રહેલા આડા સબંધોને લઈ ચેતવણીરૂપ કિસ્સો. આડા સંબંધમાં મારામારી કે હત્યા જેવા અનેક કિસ્સાઓ વારંવાર સામે આવતા જ રહે છે તેમ છતાં સમાજમાં આજના યુવાનો આડા સબંધ રાખવા જરા પણ ખચકાતા નથી અને સમાજમાં હાંસીને પાત્ર તથા હત્યાનો ભોગ બનતા હોય છે. આવો જ કિસ્સો તાપી જિલ્લામાં બહાર આવ્યો છે.

  વ્યારાનાં ખાનપુર પાસેથી પસાર થતી ઝાંખરી નદી પર ઉકાઈ ડાંબા કાંઠા નહેરનાં અંડરબ્રિજમાંથી દોઢ મહિના અગાઉ સોનગઢનાં દુમદાનાં 32 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે યુવકની હત્યા થઈ હોવાનુ દોઢ મહિના બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવતાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી યુવકની હત્યાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચોરાજકોટ : 'તેરે જૈસા યાર કહા, કહા એસા યારાના', Coronaમાં મોત પહેલા યુવાને FB Live થઈ, મિત્રોને કહ્યું - અંતિમ Bye-Bye

  વ્યારાનાં ખાનપુર પાસે ઉકાઈ ડાંબા કાંઠા નહેરનાં અંડરબ્રિજમાંથી અજાણ્યા યુવકની લાશ મળતાં પોલીસને મૃતકનો આધાર કાર્ડ મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે યુવકનો અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતકનાં પરિવારજનો દ્વારા પણ યુવકની હત્યાની આશંકા સેવાઈ હતી, તેમજ પોસ્ટમોર્ટમમાં પણ યુવકનાં માથાનાં ભાગે અને ગળામાં ઘા કરી હત્યા થઈ હોવાનુ માલુમ પડતાં પોલીસે મૃતકનાં ભાઈની ફરિયાદ નોંધી ચાર આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે. જ્યારે એક આરોપી વોન્ટેડ છે જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

  આ પણ વાંચો - વલસાડ: પત્નીને પ્રેમી સાથે રંગરલીયા માણતા પતિએ રંગેહાથ ઝડપી, અર્ધનગ્ન હાલતમાં થાંભલે બાંધી બંનેને માર્યો માર

  યુવકની હત્યા માટે વિધવા પત્નીની સાસુએ 3 લાખની આપી હતી સોપારી

  હત્યાનાં છ દિવસ અગાઉ જ સાસુએ યુવકને મારી નાખવાની જાહેરમાં આપી હતી ધમકી. ડીવાયએસપી આર.એલ.માવાણીનાં જણાવ્યા અનુસાર હત્યાનો ભોગ બનનાર રાજેશને ગામની જ એક પરિણીત પ્રેમિકા સાથે દસ એક વર્ષથી આડા સંબંધો હતાં. જે દરમિયાન છ મહિના અગાઉ પ્રેમિકાનાં પતિ કેન્સરની બીમારીથી મૃત્યુ પામતા વિધવા પુત્રવધુને રાજેશ ભગાડી જશે એવી શંકાને લઈ પ્રેમિકાની ઉકાઈ જીઈબીમાં નોકરી કરતી સાસુ મેથુબેન ગુલસીંગ ગામીતે રાજેશની હત્યા માટે દુમદા ગામના જ ગુરજી ઉર્ફે ગુલીયો રામુભાઈ ગામીતને ત્રણ લાખ આપશે એવી સોપારી આપી હતી.

  આ પણ વાંચોયુવતીએ નગ્ન થઈ કર્યો Video કોલ, તો સરદાર જીએ જબરદસ્ત ભણાવ્યો પાઠ


  આ ઘટનાને અંજામ આપવા ગુરજી ગામીતે જયેશ ઉકડિયા ગામીત રહે. ખુશાલપુરા બાવળી ફળીયું તા.વ્યારા જી.તાપી અને જયદીપ નિલેશ ચૌધરી રહે. ટીટોઈ તા.માંડવી જી.સુરત અને સગીર વયનાં પાઉલ નામના શખ્સોએ ભેગા મળી 9 મી એપ્રિલનાં રોજ રાત્રિનાં સાડા આઠ વાગ્યાનાં અરસામાં મોબાઈલ પર ફોન કરી દુમદા ગામની સિમમાંથી પસાર થતી ઉકાઈ ડાંબા કાંઠા નહેર પાસે બોલાવી કુહાડીને ઘા મારી રાજેશને નહેરમાં ફેંકી દેવાયો હતો.
  Published by:kiran mehta
  First published:

  विज्ञापन
  विज्ञापन