તાપી: કલયુગની જનેતાએ નવજાત બાળકને ચર્ચ બહાર રઝળતું મુક્યું

 • Share this:
  તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એક કલયુગીમાતાએ નવજાતને એક ચર્ચના ઓટલે રઝડતું મુકવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જે અંગેની જાણ વાલોડ પોલીસને થતા નવજાતનો કબ્જો મેળવી પોલીસે બાળકના વાલીની શોધખોળ હાથ ધરી છે.

  તાપી જિલ્લામાં માસુમ બાળકોને તરછોડવાની બીજી ઘટના એક સપ્તાહની અંદર બનવા પામી છે, વાત છે વાલોડ તાલુકના અંબાજ ગામની, કે જ્યાં એક જનેતા એ તેના કુખે જન્મેલા બાળકને પોતાનું પાપ છુપાવવા માટે ચર્ચના ઓટલે તરછોડ્યું, જે અંગેની જાણ ચર્ચના પાસ્ટર એ વાલોડ પોલીસ મથકે કરતા પોલીસે બાળકનો કબ્જો મેળવી તેને સારવાર અર્થે વાલોડ પીએચસી હોસ્પિટલ ખાતે ખસેડી વાલી વરસોની શોધખોળ આદરી છે, બીજી તરફ આ અંગે ચાઈલ્ડ વેલ્ફેર વિભાગને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે.

  તાપી ચાઈલ્ડ લાઈફ કોર્ડીનેટર અનંત નાઇકાએ જણાવ્યું કે, વાલોડ તાલુકના અંબાજ ગામથી નવજાત બાળક મળી આવ્યું છે સારવાર અર્થે વાલોડ પીએચસી હોસ્પિટલ લાવામાં આવ્યું છે ચાઈલ્ડ વેલ્ફેર વિભાગને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ ખાતે આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
  Published by:kiran mehta
  First published: