તાપી: રેતી ખનન કૌભાંડનો પર્દાફાશ, ACBએ 5 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

 • Share this:
  જમીનના પેટાળમાં રેહલો કુદરતી ખનીજનો ભંડાર રાજ્ય કે દેશની આર્થિક પરિસ્થીતીને મજબુત કરે છે, પરંતુ તાપી જીલ્લામાં તંત્રના કેટલાક અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર ચાલતા રેતી ખનન કોભાંડનો પર્દાફાશ થયો છે, ઉચ્ચસ્તરીય થયેલ ફરિયાદને પગલે સોનગઢના ઘાસીયામેંઢા ગામે એસીબીની રેડ દરમ્યાન કરોડોનો મુદ્દામાલ જપ્ત કરતા ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

  સોનગઢ તાલુકાના ઘાસીયામેંઢા ગામેથી પસાર થતી તાપી નદી પર સરકારી નિયમોની એસી તેસી કરીને કેટલાક રેતી માફિયાઓ કુદરતી ખનીજ એવી રેતીના ભંડારને વેચી અઢળક કમાણી કરી સરકારી તિજોરીને છેલ્લા 6 માસથી ચૂનો લગાડી રહ્યા હોવાની ફરિયાદ ઉચ્ચસ્તરે કરવામાં આવી હતી. જે આધારે ઘાસીયામેંઢા ગામે આવેલ લીઝ પર રેડ કરતા ખાણ ખનીજ વિભાગના નિયમોને નેવે મૂકીને આ ગોરખ ધંધો ધમધમી રહ્યો હતો, તાપી જીલ્લામાં કુદરતી ખજાનો ગેરકાયદેસર રીતે લુંટવાની ઘટના જાણે સામાન્ય થઇ ગઈ છે.

  સ્થાનિક પ્રસાસન ધ્વારા આ બાબતે દુર્લક્ષ્ય સેવતા એસીબીની ટીમે રેડ કરવાની નોબત આવી હતી, આ રેડ દરમ્યાન ઘાસીયામેંઢા ગામેથી 35 ટ્રકો, જેસીબી અને હિટાચી મશીન મળી 12 અને 15 જેટલી બોટ જપ્ત કરી છે, જેનો મુદ્દામાલ 5 કરોડથી પણ વધુ છે.

  ઉલ્લેખનીય છે કે આ ખનીજ માફિયા ઓ છેલ્લા 6 માસ થી સરકાર ને રોયલ્ટી નો ચૂનો ચોપડી રહ્યા હતા, હાલ તો ભૂસ્તર વિભાગે ખનીજમાફિયા ઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે સ્થાનિક પ્રસાસનશું આવા તત્વો સામે કાર્યવાહી કરશે કે જે સે થે વૈસીની પરિસ્થિતિ યથાવત રહેશે.

  મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ડી.કે.પટેલે જણાવ્યું કે, ગઈ કાલે સાંજના સમયે સુરત બરોડાની એસીબી ટીમ દ્વારા ફરિયાદના આધારે ઘાસીયામેંઢા ગામે ખાતે આવેલ ત્યાં ફોટોગાફી વિડીયો ગ્રાફી કરેલ અને સ્થાનિક પોલીસ અને અમને જાણકારી આપતા ઘટના સ્થળેથી જેસીબી હિટાચી 12 અને 15 બોટ 35 ટ્રકો જપ્ત કરી આશરે 5 કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો છેલ્લા 6 મહિના થી ગેરકાયેદેસર રેતી ખનન ચાલતું હતું )

  તાપીના સોનગઢના ઘસિયામેધા ગામે ACBની ટીમની રેડમાં આશરે 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધસિયામેધા ગામે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું. 35 ટ્રકો, 12 જેસીબી અને 15 બોટ ભૂસ્તર વિભાગે જપ્ત કર્યા છે.
  Published by:kiran mehta
  First published: