તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઢા ગામે આજે સવારે એક ગોઝારી ઘટના પ્રકાશમાં આવી આ ઘટનામાં ત્રણ જેટલા વ્યક્તિ પોતાનો મહામૂલો જીવ ગુમાવાનો વારો આવ્યો છે. જીઈબીની બેદરકારી કહો કે કાગનું બેસવું અને કાળનું પડવું જેવી આ ઘટનામાં એકજ પરિવારના ત્રણ વ્યક્તિ માતા, પિતા, પુત્રને કરંટ લગતા ઘટના સ્થળે મોત નિપજતા મેઢા ગામ સહીત તાલુકામાં ગમગીનીનો માહોલ છવાયો છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઢા ગામે આજે સવારે નિશાળ ફળિયામાં રહેતા ફિલિપ ભાઈ જયરામ ભાઈ ગામીત ડ્રાયવર તરીકે એક ડમ્પર પર ફરજ બજાવે છે. જેઓ સવારના અરસામાં રાબેતા મુજબ રવાના થઈ રહ્યાં હતા કે અચાનક તેઓનું ડમ્પર માટીના રસ્તામાં ફસાઈ જતા તેઓ કાઢવા જતા ડમ્પરની હાઈડ્રો અચાનક ચાલુ થઇ જતા ડમ્પરની ઉપરથી જતી થ્રિ ફ્રેશ લાઈન પરથી કરંટ ઉતરતા કરંટ લાગ્યો હતો.
આ ઘટના દરમ્યાન માતા, અને પિતા, પણ બચાવવા જતા તેઓને પણ કરંટ લાગતા તેઓ ના પણ ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ ઘટનામાં પુત્ર ફિલિપ જયરામ ગામીત, પિતા જયરામ ચેમાભાઈ ગામીત અને માતા બીજનાબેન જયરામ ગામીતના મોત નિપજતા પરિવાર સહીત સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગામીત પરિવારમાં હવે માત્ર એક, પુત્રી અને એક પુત્ર રહ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ભૂલ કાઢી શકાય કે પછી કહી શકાય કે કાગનું બેસવું અને કાળ નું પડવું, ત્યારે હાલ સોનગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પરિવારના પોડાશીએ કહ્યું કે, અમારા ગામનાના નિશાળ ફળિયામાં જયરામભાઈનું ઘર છે તેમનો છોકરો ફિલિપ ભાઈ ડમ્પર લઈને આવેલો અને સવારે નીકળ્યો હતો પરંતુ તેમના ઘરથી 20 મીટરની આસપાસ ફસાય જતા ડમ્પર ચાલુ હતું અને હાઇડ્રોલિક ચાલુ કરી નીચે ઉતરી ટાયર ચેક કરતા હતા દરમ્યાન વીજલાઇન ચાલુ હતી, અને હાઇડ્રોલિક લાગીજતા આ ભાઈને પેહલા કરંટ લાગ્યો પછી એમના માતા પિતા ને કરંટ લાગ્યો.
મેઢા ગામે ડમ્પર ચાલાકનું કામ કરતા હતા તો સવારના નીકળતા બરાબર 11 હજાર મેગાવોલ્ટ વીજલાઇન પસાર થાય ત્યાંથી નીકળતા ડમ્પર બંધ પડ્યું હતું તે દરમ્યાન તેમના માતા પિતા પણ તેની મદદ માટે આવ્યા હતા અને અચાનક હાઇડ્રોલિક ઉંચુ થઇ ગયું અને ઉપર જે વીજળી ના તાર પસાર થતા હતા તે અડી જતા કરંટ લાગ્યો હતો અને ત્રણે જણા અકસ્માતે મૃત્યુ પામ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર