આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પરના 977 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં બંધ થશે. આજની તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના 12 અને દક્ષિણ ગુજરાતના 07 જિલ્લાની અનુક્રમે ચૂંટણી લડાશે. રાજ્યના 4,35,28,519 મતદાતાઓ પૈકી 2,12,31,652 મતદાતાઓ આજે મતદાન કરશે. બીજા તબક્કામાં બાકી રહેલી 93 બેઠકો માટે 14મી ડીસેમ્બરે મતદાન થશે. તો જાણીએ તાપી જિલ્લામાં કોની સામે કોની છે કાંટાની ટક્કર. તાપી જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીનું કુલ 12.12 ટકા મતદાન થયું છે.
-તાપીના વ્યારા વિસ્તારમાં બપોરના બે વાગ્યા સુધી 58.52% મતદાન થયું છે.
-તાપીમાં 4 વાગ્યા સુધીનું કુલ મતદાન 65.72 ટકા છે.
તાપીમાં છેલ્લું મતદાન 70 ટકા નોંધાયું છે જ્યારે ગત ચૂંટણીમાં 80 ટકા નોંધાયુ ંહતું.
વ્યારા (ST)
વ્યારા STની બેઠક પર 206,672 લોકો મતદાન કરવાના છે. આ બેઠક પર ભાજપના અરવિંદભાઈ રુમસિંહભાઈ ચૌધરી ઉમેદવાર છે. તેઓ ધોરણ 10 પાસ છે જ્યારે 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. તેમની સામે કોઈ ગુનો દાખલન નથી. તેમની સામે કોંગ્રેસના પુનાભાઇ ગામિત ઉભા રહ્યાં છે જેઓ ધોરણ 5 પાસ છે અને તેમની પાસે 65 લાખથી વધુની સંપત્તિ છે. તેમની સામે કોઈ ગુનો નોંધાયેલો નથી. ગત વિધાનસભા 2012ની ચૂંટણીમાં પુનિભાઈ ગામિત વિજયી થયા હતાં.
નિઝર (ST)
નિઝર (ST) આ બેઠક પર ભાજપના કાંતિભાઈ રેશમાભાઈ ગામિત ઉમેદવાર છે. તેઓ ધોરણ 10 પાસ છે અને તેમની પાસે 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. તેમની સામે કોઈ ગુનો નોંધાયેલો નથી. ગત વિધાનસભા 2012ની ચૂંટણીમાં કાંતિભાઈ ગામિત વિજયી થયા હતાં. તેમની સામે કોંગ્રેસના સુનિલ ગામિત ઉમેદવાર ઉભા છે જેઓ સ્નાતક છે અને તેમની પાસે 45 લાખથી વધુની સંપત્તિ છે. તેમની સામે કોઈ ગુનો નોંધાયેલો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર