તાપી: વ્યારામાં કોંગ્રેસે લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું

  • Share this:
    આજે દેશભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકશાહી બચાવો, સંવિધાન બચાવો. ના સૂત્ર સાથે ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગી આગેવાનો તાપી જિલ્લાના વ્યારા ખાતે ધરણા પર બેસી બીજેપી પર આકરા પ્રહારો કરી કર્ણાટક ના રાજ્યપાલ વજુભાઇ વાળા હાઈ હાઈ ના પેમ્પ્લેટો સાથે વિરોધ કર્યો હતો.

    બીજી તરફ આજે વ્યારા ખાતે ભાજપના હોદ્દેદારો ની મળેલ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કોંગ્રેસના આક્ષેપો સામેના જવાબમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે દરેક ક્ષેત્રે નિષ્ફળ જતા ખોટે ખોટા આક્ષેપો કરી રહ્યું છે.આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે ત્યાર બાદ નિર્ણય લેવાશે.
    Published by:kiran mehta
    First published: