તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે વરલી મટકાનો જુગાર રમાડતા મટકાકિંગને આજ રોજ વ્યારા પોલીસે વ્યારા નગર ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો, છેલ્લા ઘણા સમયથી વ્યારા પોલીસ મથકમાં પાંચ જેટલા ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે મટકાકિંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ઠેર ઠેર વરલી મટકાનો જુગાર રમાડતો કુખ્યાત મટકાકિંગ નિશાંત ઉર્ફે લાલુ શાહ પોલીસને વારંવાર ચકમો આપી વ્યારા નગરમાં જુદી જુદી જગ્યાઓ પર વરલી મટકાનો કાળો કારોબાર ચલાવતો હતો, છેલ્લા એક માસમાં જ વ્યારા પોલીસના ચોપડે પાંચથી વધુ ગુનામાં વોન્ડેટ હતો. આજ રોજ પોલીસને બાતમી મળી હતી કે, વ્યારા નગરમાં તે આવનાર છે તે આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને તેના ઘરેથી તેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યારા પીઆઇ આર.એસ. પટેલે જણાવ્યું કે, નિશાંત ઉર્ફે લાલુ શાહ વ્યારા નગરમાં વરલી મટકાનો કાળો કારોબાર ચલાવતો, છેલ્લા એક માસમાં પાંચથી વધુ ગુનામાં વોન્ડેટ હતો, જેની બાતમી મળી હતી કે, વ્યારા નગરમાં તે આવનાર છે, જેથી તેના ઘરેથી તેને ઝડપી પાડ્યો હતો.
આ કુખ્યાત મટકાકિંગ નિશાંત શાહ ઉર્ફે લાલુ પર અગાઉ પણ વરલી મટકાના કેસો થઇ ચૂકયા છે અને જામીન પર છૂટીને ફરી આ વરલી મટકાની હાંટડીઓ નગરમાં જુદી જુદી જગ્યાઓ પર ચાલવાનું શરૂ કરી દેતો હતો અને ખાસ કરીને આ કાળા કારોબારમાં અહીંના ગરીબ આદિવાસીઓ અને મજુર વર્ગ આનો ભોગ બની રહ્યાં છે ત્યારે પોલીસે પણ આવા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર