Home /News /south-gujarat /તાપી: 14 વર્ષની કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ, video ઉતારી કરતો બ્લેકમેલ

તાપી: 14 વર્ષની કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ, video ઉતારી કરતો બ્લેકમેલ

પ્રતિકાત્મક તસવીર

14 વર્ષીય સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવીને શેરડીના ખેતરમાં લઇ જઇને તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યો

તાપી જિલ્લામાં આજે ફરી સમાજને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વ્યારા તાલુકાના એક ગામમાં રેહતા એક ઇસમે 14 વર્ષીય સગીરવયની યુવતી જોડે શેરડીના ખેતરમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી તેનો વિડિઓ ઉતારી તેને બેલ્કમેલ કરવાની ફરિયાદ વ્યારા પોલિસ મથકમાં નોંધાતા પોલીસે તુરંત હરકતમાં આવી જઈને ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

વ્યારા તાલુકાના ઝાંખરી ગામમાં રહેતો સલીમ ગામીત નામનો ઇસમ તેના જ ગામની એક 14 વર્ષીય સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવીને શેરડીના ખેતરમાં લઇ જઇને તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો અને નરાધમે યુવતીનો પોતાના મોબાઈલમાં ભીષત્ભ વિડિઓ પણ ઉતારી લઈને તેને વારંવાર બ્લેકમેલ કરીને ધાકધમકી આપતો હતો. યુવતી એ અંગે તેના પરિવારજનોને જાણ કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. આ અંગે પરિવારજનોએ વ્યારા પોલિસ મથકમાં ફરિયાદ કરતા વ્યારા પોલિસે નરાધમ આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

વ્યારા પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું કે, હાલ તો વ્યારા પોલિસે પરિવારજનોની ફરિયાદના આધારે આરોપી એવા સલીમ ગામીતની કલમ 376, અને પોકશો એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ભોગ બનાર 14 વર્ષીય સગીરવય યુવતીનું મેડિકલ કરાવીને પોલીસ દ્વારા આરોપી વિરુધ્ધ વધુ પુરાવો મેળવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

સરકાર હંમેશા મહિલા સુરક્ષાની ની મોટી મોટી વાતો કરતી હોય છે પણ વાસ્તવિકતા કઇ અલગ જ છે. છેલ્લા ઘણા સમયથી નાની બાળકીઓ અને સગીરવયની યુવતી પર વારંવાર દુષ્કર્મ અને અત્યાચારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે સરકાર આ વિશે ગંભીરતાથી વિચારે અને આવા નરાધમ આરોપીને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે સાથે વારંવાર બનતા આવા કિસ્સામાં સમાજે પણ જાગૃત થવાની જરૂર છે.
First published:

Tags: BLACKMAIL, Tapi, Teenage girl, બળાત્કાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો