તાપીઃ વ્યારાના માયપુર ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

  • Share this:
    તાપીઃ વ્યારાના માયપુર ગામની સીમમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. મકાઈની ગૂણીની આડમાં વિદેશી દારૂ જોધપુરથી જામનગર લઈ જવાતો હતો. દારૂની ટ્રક સાથે બે આરોપીની અટકાયત કરવામાં આવી છે.

    મળતી વધુ વિગત મુજબ, માહિતીને આધારે સુરત રેન્જ RR સેલની ટીમે તાપીના વ્યારાના માયપુર ગામની સીમમાંથી પસાર થઈ રહેલી ટ્રકને અટકાવી તપાસ કરતાં એમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂના જથ્થાને મકાઈની ગૂણીની આડમાં જોધપુરથી જામનગર લઈ જવાતો હતો. પોલીસે ટ્રક સાથે કુલ રૂ.26.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે આરોપીની અટકાત કરી છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: