Home /News /south-gujarat /આમ ભણશે ગુજરાત? 1થી 5 ધોરણમાં વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં ભણવા મજબૂર!

આમ ભણશે ગુજરાત? 1થી 5 ધોરણમાં વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં ભણવા મજબૂર!

અહીં 1થી 5 ધોરણની પ્રાથમિક શાળાનું શિક્ષણ ઓરડાના અભાવે ખોરવાઇ રહ્યું છે

Tapi News: આમ ભણશે ગુજરાત? 1થી 5 ધોરણમાં વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં ભણવા મજબૂર! છેલ્લાં દોઢ-બે વર્ષથી એક જ ઓરડામાં ચાલી રહ્યું છે શિક્ષણ કાર્ય.

    હેમંત ગામીત, તાપી: રાજ્યમાં શિક્ષણ પાછળ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને તમામ સગવડો મળી રહે તે માટે પણ સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવામાં તાપીના જિલ્લાના વ્યારાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલા ભાટપુર ગામમાં વણજાર ફળિયામાં આવેલી શાળાની સ્થિતિ કંઇક અલગ જ છે. અહીં 1થી 5 ધોરણની પ્રાથમિક શાળાનું શિક્ષણ ઓરડાના અભાવે ખોરવાઇ રહ્યું છે. અહીં છેલ્લાં દોઢ બે વર્ષથી એક જ ઓરડામાં શિક્ષણ ચાલી રહ્યું છે. આ એક ઓરડામાં પણ અડધી જગ્યા તો સામાનથી ભરેલી છે. જેને કારણે બાળકો શિક્ષણ મેળવવામાં હાલાકી ભોગવી રહ્યાં છે.

    1થી 5 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં ભણવા મજબૂર

    વ્યારાના ભાટપુર ગામની આ શાળાનું એક મકાન જર્જરિત બનતાં તંત્ર દ્વારા તોડી નાખ્યા બાદ છેલ્લાં દોઢ વર્ષથી શાળાનું નવું મકાન આજદિન સુધી બનાવવામાં આવ્યું નથી. જેના લીધે અહીં 1થી 5 ધોરણમાં ભણતા 22 જેટલા વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં ભણવા મજબૂર થયા છે. નવાઈની વાત તો એ છે કે, આ એક ઓરડામાં 1થી 5 ધોરણના તમામ 22 વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવી રહ્યા છે.

    આ પણ વાંચો: દારૂ પીને ST ચાલવતાં ડ્રાઇવર, અનિયમિત કંડકટર્સ થશે ઘર ભેગા; કડક કાર્યવાહી શરૂ

    એક જ ઓરડામાં બધા બાળકોને ભણાવવા શિક્ષકો માટે પણ મુશ્કેલ

    વ્યારાના ભાટપુર ગામની પ્રાથમિક શાળામાં એક ઓરડામાં બાળકોને શિક્ષણ આપવામાં શિક્ષકને પણ મુશ્કેલી પડી રહી છે, ત્યારે તંત્રને પણ નવા ઓરડાના બાંધકામ માટે રજૂઆતો કરવામાં આવી છે. જોકે, તંત્રને જાણે શાળાનું નવું મકાન બનાવવામાં રસ જ ન હોય તેમ ચર્ચાઇ રહ્યું છે. જેના લીધે વિધાર્થીઓના અભ્યાસ પર અસર થવા પામી છે.

    ઉલ્લેખનીય છે કે, ઓરડાના અભાવે વ્યારાના ભાટપુર ગામની પ્રાથમિક શાળા ઉપરાંત સમગ્ર જિલ્લામાં બીજી ઘણી એવી શાળાઓ કે જ્યાં એક-બે ઓરડામાં જ બાળકોને ભણાવવામાં આવી રહ્યાં છે. તંત્ર દ્વારા જિલ્લામાં અનેક પ્રાથમિક શાળાના જર્જરિત મકાનો તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા નવા મકાનો બનાવવામાં વિલંબ થતાં વિધાર્થીઓના અભ્યાસ સાથે જાણે ચેડાં થઈ રહ્યાં છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Tapi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन