સુરતઃ માંડવીના બૌધાન ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં ધુળેટી રમ્યા બાદ નાહવા પડેલા ત્રણ યુવકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. ઘટનાની માહિતી મળતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ત્રણેય યુવકોના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢ્યા છે.
મળતી વધુ વિગત મુજબ, ધુળેટીના તહેવારને લઈ ત્રણ યુવકો તાપી નદીમાં નાહવા પડ્યા હતા. માહિતી મળતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ત્રણેય યુવકોના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢ્યા છે. મૃતક ત્રણ યુવકો મહારાષ્ટ્રના વતની છે. ધુળેટી રમ્યા બાદ નદીમાં નાહવા પડતાં ત્રણેનાં મોત થયાં છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે મૃતકના પરિવારને ઘટનાની જાણ કરી દીધી છે.