સુરત: કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા નદીમાં ન્હાવા પડેલા યુવકોને કાળ ભરખી ગયો હતો. ન્હાવા પડેલ 2 યુવકના તાપી નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યા છે. મૃતક બંને યુવકો લિંબાયત નજીક મીઠી ખાડી વિસ્તારના તેમજ ઓમ નગરના હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર બારડોલીના વાઘેચા ગામે 2 યુવકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન તાપી નદીમાં ડૂબી જતા બન્નેના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયબ્રિગેડની ટીમ પહોંચી ગઇ હતી અને બંને યુવકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. હાલ આ બન્ને યુવાનના મૃતદેહને પીએમ કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે.
બનાવની જાણ થતા ગામના લોકો પણ મદદ માટે દોડી આવ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસે ગૂનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર