Home /News /south-gujarat /સુરતઃ રાજ્યમાં ધુળેટીના તહેવારમાં કુલ 5 યુવકોનાં ડૂબી જવાથી મોત

સુરતઃ રાજ્યમાં ધુળેટીના તહેવારમાં કુલ 5 યુવકોનાં ડૂબી જવાથી મોત

પોઈચા નર્મદામાં નાહવા પડેલા બે યુવકોનાં ડૂબી જવાથી મોત.

    સુરતઃ રાજ્યમાં ધુળેટી રમ્યા બાદ જુદી જુદી જગ્યાએ નાહવા પડેલા યુવકોમાંથી 5નાં ડૂબી જવાથી મોત થયાં છે તેમ જ કેટલાક યુવકો તણાઈ ગયાના સમાચાર મળ્યા છે.

    મળતી વધુ વિગત મુજબ, માંડવીના બૌધાન ગામે તાપી નદીમાં ધુળેટી રમ્યા બાદ નાહવા પડેલા ત્રણ યુવકોનાં ડૂબી જવાથી મોત થયાં છે. ડૂબી ગયેલા ત્રણે યુવકો મહારાષ્ટ્રના વતની છે. બીજી ઘટનામાં પોઈચા નર્મદામાં નાહવા પડેલા બે યુવકોનાં ડૂબી જવાથી મોત થયા છે. ત્રીજી ઘટનામાં સુરતના પીપોદ્રા ખાતે ધુળેટી રમ્યા બાદ નાહવા પડેલા 5 યુવાનો તણાયા હતા, જેમાંથી
    4નો આબાદ બચાવ થયો છે અને એકની શોધખોળ ચાલુ છે. તમામ યુવકો સુરતના સિંગણપોરના રહેવાસી છે. ચોથી ઘટનામાં ખેડાના ઠાસરામાં કેનાલમાં નાહવા પડેલા 6 યુવકો ડૂબ્યા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો. તમામ 6 યુવકો અમદાવાદના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પાંચમી ઘટનામાં મોરબીના ટંકારામાં યુવક ડેમમાં ડૂબ્યો હોવાની માહિતી મળી છે.
    First published:

    Tags: Tapi river, ગુજરાત