સુરતમાં તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતી કાઢનાર કામરેજ વિધાનસભાના ધારાસભ્યના પુત્ર અને તેમના અન્ય સાથીદારો ઉપર પોલીસ ફરિયાદ કરનાર યુવાનના ભાઈએ 29 માર્ચના રોજ સુરત પોલીસ કમિશ્નર કચેરી પર આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ફરિયાદી લલિત ડોંડાએ આરોપ મૂક્યો છે કે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા અને તેના પુત્ર શરદ ઝાલાવડીયાના માણસો દ્વારા તેની ઉપર ખોટી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને વારંવાર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જેની જાણ તંત્રને કરવામાં આવી છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નહી કરાતા, ફરિયાદીએ આત્મવિલોપન કરવાનો નિર્ણય લીધો છે.
કામરેજ 158 વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાના પુત્ર શરદ ઝાલાવડીયા સામે સરથાણા પોલીસ મથકમાં જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ દાખલ થઈ છે. આ કેસમાં શરદ ઝાલાવડીયા સહિત તેમના સાથીદારોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યાનુસાર ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવડીયા અને તેના મિત્ર શૈલેષ મેર દ્વારા તેમને આ ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી અલ્પેશ ડોંડાએ તેમની સોસાયટીમાંથી રેતી ભરેલી ટ્રકો બન્ને આરોપીના કહેવા મુજબ લઈ જવામાં આવી રહી હતી.મોડી રાત્રે સોસાયટીમાંથી રેતીની ટ્રકો પસાર થવાના કારણે લોકોને હેરાનગતિ થતી હોય લલિતે બને ને ટકોર કરી હતી.તાપી નદીમાંથી રેતી લાવવામાં આવી રહી હોય તે અંગે પણ પુછપરછ કરી હતી. તો અવૈદ્ય ખનન હોવાનું જાણવા મળ્યું હતું.
આત્મવિલોપન ચીમકી આપનાર લલિત ડોંડાએ જણાવ્યું કે, અમારા દ્વારા કામરેજના ધારાસભ્ય અને તેમના પુત્ર વિરુદ્ધ રેતી ખનન કરવાની ઘટનામાં ધમકી આપવમાં આવી હતી. આ મામલે ફરિયાદ કરિયા બાદ પોલીસ અને ધારાસભ્ય ના પુત્ર દ્વારા ધાકધમકી આપવામાં આવે છે અને આ મામલે જો યોગ્ય ન્યાય નહિ મળે તો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે.
આ સમગ્ર મામલા બાદ અલ્પેશ ડોંડાના ભાઈ લલિત ડોંડા ઉપર લલિત નામના ઈસમ દ્વારા સરથાણા પોલીસ મથકમાં જાનથી મારી નાખવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. લલિત પ્રથમ વર્ષ કોમર્સનો વિદ્યાર્થી છે, અને હાલ તેની પરીક્ષા ચાલી રહી છે. તેનો આરોપ છે કે પરીક્ષા સમયે તેની ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. તેના ભાઈ દ્વારા ધારાસભ્યના પુત્ર સામે કરવામાં આવેલ ફરિયાદ બાદ બદલાની ભાવનાથી તેની ઉપર ધારાસભ્યના પુત્રના માણસો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધારાસભ્યના પુત્ર શરદ ના માણસો તેના ઘરે આવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે માટે તેણે પોલીસ સુરક્ષા પણ માંગી પરંતુ પોલીસ સુરક્ષા આપવામાં આવી નહીં જો તેમના પરિવાર ના લોકોને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવશે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રહેશે અને તંત્ર સતર્ક થશે નહીં તો તે 29 માર્ચના રોજ સુરત પોલીસ કમિશ્નર કચેરી માં આત્મવિલોપન કરશે.