તાપી: દૂધનો યોગ્ય ભાવ ન આવતા પશુપાલકોએ શાહી ફેંકી કર્યો વિરોધ

 • Share this:
  તાપી: પશુપાલકોમાં દ્વારા ચાલી રહેલા આંદોલન દરમિયાન તાપીમાં સુમુલ ડેરીના ડિરેક્ટર પર શાહી ફેંકવામાં આવી છે. આ સાથે જ જિલ્લા ભાજપના પ્રમુખ પર પણ શાહી ફેંકવામાં આવી છે.

  મહત્વનું છે કે પશુપાલકોને દૂધનો યોગ્ય ભાવ ન મળતા પશુપાલકો પત્રકાર પરિષદ દરમિયાન ઘુસી આવ્યા હતા અને તેઓ સુમુલ ડેરીના ડિરેક્ટર પ્રવીણ ગામીત અને જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીત પર શાહી ફેંકીને પોતાનો વિરોધ નોઁધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પશૂપાલકોને દૂધનો યોગ્ય ભાવ મળતો ન હતો. જેથી શાહી ફેંકીને પોતાનો વિરોધ નોધાવ્યો હતો. આ સાથે પશુપાલકોએ તમામ ડિરેક્ટરોના રાજીનામાની પણ માગ કરી છે. આ સાથે જ તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય ભાવ આપવામાં નહિં આવે તો સુમુલ ડેરીનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવશે. આ સાથે પશુપાલકો ડેરીમાં દૂઘ આપવાનું બંધ કરી દેશે.  આ સાથે જ પશુપાલકોએ સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રમીણ ગામિત હાય હાયના નારા લગાવ્યા હતા અને પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જો કે પોલીસ દ્વારા તમામ પશુપાલકોની અટકાયત કરવામાં આવી છે.

  Published by:Nisha Kachhadiya
  First published: